સુરતમાં કોરોના(surat Corona)ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ગતરોજ સુરત શહેરમાં 150 અને જિલ્લા 92 નવા કેસ સામે આવ્યા. તેની સાથે કુલ આંકડો 23,353 થયો. શહેર અને જિલ્લામાં 2 લોકોના મોત થતા કુલ આંકડો 853 થયો. જેમાં શહેરમાં કુલ 638 અને જિલ્લમાં 215 દર્દીઓના મોત થયા.
સુરતમાં અત્યાર સુધીમાં 29,806 દર્દીઓ સારા થયા છે જેમાં શહેરમાં ગતરોજ 155 દર્દીઓ સારા થયા જેની સાથે કુલ આંક 15,783 થયો છે સાથે જ સુરત શહેરમાં રિકવરી રેટ 87.7% થયો છે. અને જિલ્લામાં ગતરોજ 51 દર્દીઓ સારા થયા જેની સાથે કુલ સારા થનારા દર્દીઓનો આંકડો 4283 થયો.
સુરત શહેર કોરોના અપડેટ

સુરત જિલ્લા કોરોના અપડેટ

વાત કરીએ શહેરની તો એક દિવસમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 60 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી ઓછા વરાછા-બી અને લીંબાયત ઝોનમાં 8-8 નવા કેસ નોંધાયા. શહેરમાં હાલ 39,372 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. જિલ્લામાં ગત 24 કલાકમાં સૌથી વધુ ચોર્યાસી તાલુકામાં 33 નવા કેસ નોંધાયા. જિલ્લામાં હાલ 6851 લોકો ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : કોરોનાને મહાત આપનાર સુરતના સૌથી વૃદ્ધ અરજણ દાદા
