કોરોના વાયરસના કારણે કુવૈતે(kuwait) મોટો નિર્ણય લીધો છે. કુવૈતે પોતાના દેશથી ટ્રાવેલ પર પ્રતિબંધ(Ban) હટાવ્યો છે. પરંતુ કેટલાક દેશો પર પ્રતિબંધ જારી છે. એમાં ભારતનું નામ પણ સામેલ છે. એટલે ભારતીય નાગરિક(Indian Citizen) કુવૈતમાં પ્રવેશ નહિ કરી શકે. કોરોનાના કારણે માર્ચ મહિનાથી જ કુવૈતે આંતરરાષ્ટ્રીય વિમાનો(International Flight) પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે ઓગસ્ટથી આ સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે. જો કે 7 દેશોના નાગરિકોનો કુવૈતમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
આ દેશો પર પ્રતિબંધ
આ 7 દેશોમાં ભારત, બાંગ્લાદેશ, ફિલિપિન્સ, શ્રીલંકા, પાકિસ્તાન, ઈરાન અને નેપાળ સામેલ છે. જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના આ જ દેઓમાં કોરોના વાયરસના કેસો છે અને વધુ મજૂરો અને કામદારો અહીંથી જ કુવૈત જાય છે. જો કે આ નિર્ણય પર ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર જવાબ સામે આવ્યો નથી.
29 જુલાઈ સુધીના આંકડા મુજબ, કુવૈતમાં કોરોના વાયરસના લગભગ 66 હાજર કેસો છે. અત્યાર સુધી 400થી વધુ લોકોના મોત થયા છે, 50 હજારથી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે.
પ્રવાસી મજુરોને લઇ કર્યો હતો નિર્ણય
હાલમાં જ કુવૈતમાં કામ કરતા 8 લાખ ભારતીયોને મોટો ઝાટકો લાગ્યો હતો. કુવૈતની નેશનલ એસેમ્બલીની કાનૂની અને વિધાયી સમિતિએ પ્રવાસી કોટા બિલના દ્રાફ્ટને તૈયાર કરવાની મંજૂરી આપી દીધી હતી. જે હેઠળ ત્યાં કામ કરતા લખો વિદેશી લોકોની સંખ્યા ઓછી કરી દેવામાં આવશે। આ બિલ મિજબા કોઈ પણ દેશથી આવેલા લોકોની જનસંખ્યા કુવૈતની કુલ જનસંખ્યાના 15%થી ઓછી હોવી જોઈએ। કુવૈતમાં લગભગ 15 લાખ ભારતીયો રહે છે. આ બિલ પાસ થાય છે તો 8 લાખ ભારતીયોએ કુવૈતથી પરત ફેરવું પડશે.
આ પણ વાચો : સુરતમાં હવે જાહેર રસ્તા પર લાગ્યા ‘ચેતવણી’ના બોર્ડ, ઘરેથી બહાર નીકળવા પહેલાં જાણી લો ક્યાં છે હાઈ રિસ્ક?
