કોરોના સાથે જંગ લડી રહેલ ભારતને આજે લોકડાઉનમાં કેટલીક છૂટ મળી છે, જેથી અર્થવ્યવસ્થા ચાલી શકે. આ ઢીલ સરકારે ત્યારે જ આપી શકી જયારે તેને કેટલાક પોઝિટિવ સંકેતો મળ્યા। એમાં ઇન્ફેક્શન રેટનું ઓછું થવું સામેલ છે. એની સાથે જ ભારતનો કોરોનાથી રિકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધી 10,886 લોકો સારા થઇ ચુક્યા છે.
રિકવરી રેટથી પીએમ મોદીને આવ્યો કોન્ફિડન્સ

કોરોના વાયરસ લોકડાઉનના કારણે દેશ થંભી ગયો છે. પરંતુ ઝડપી રિકવરી રેટ જોઈ પીએમ મોદી અને બીજા અધિકારીઓએ રાહતની શ્વાસ લીધી છે. હાલ દેશમાં 10,889 લોકો સારા થયા છે. આ રિકવરી રેટ 22% નજીક છે. જણાવવામાં આવે છે કે એનાથી જ મોદી સરકારે અર્થવ્યવસ્થાને લગતી ઘણી વસ્તુ ખોલવાની હિંમત આવી છે. એક સિનિયર અધિકારીએ ઉમ્મીદ જતાવી છે કે મેના અંત સુધીમાં રિકવરી રેટ 50% નજીક પહોંચી જશે.
10 લાખ ટેસ્ટ પુરા, ઇન્ફેક્શન રેટ યુએસ, ઈટાલીથી ઓછો

દેશમાં કોરોના વાયરસના 10 લાખ ટેસ્ટ પુરા થઇ ગયા છે. એવામાં ઇન્ફેક્શન રેટ 4%થી ઉપર નથી પહોંચ્યો. સરેરાશ 4.5%થી પડી 3.8% પર આવી ગયો છે. એટલા જ ટેસ્ટિંગના આંકડાને મેળવીને જોઈએ તો અમેરિકા, ઇટલી, સ્પેન, તુર્કી, જર્મનીથી સારો છે.
દર્દીઓની સંખ્યા ડબલ થવામાં હવે લાગી રહ્યા 12 દિવસ

દેશમાં કોરોના કેસો ડબલ થવામાં હવે વધુ સમય લાગી રહ્યો છે. પહેલા 14 દિવસમાં કેસ ડબલ થવાનો દર 10.50 હતા, પરંતુ રવિવારના આંકડા મુજબ, હવે કેસ ડબલ થવામાં 12 દિવસ લાગી રહ્યા છે.
ડેથ રેટમાં કમી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં આ બીમારીથી મરવા વાળાનો દર દુનિયામાં સૌથી વધુ ઓછો છે. ભારતનો મૃત્યુદર 3.2% છે જે દુનિયામાં સૌથી ઓછો છે.
રાજ્ય જેમાં સૌથી વધુ ખતરો

કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતનું નામ આવે છે. મધ્યપ્રદેશનો પોઝિટિવ રેટ 7.6%, દિલ્હીનો 7.3, મહારાષ્ટ્ર 7.2 અને ગુજરાતમાં 6.9 છે. એપ્રિલમાં તામિલનાડુનો પોઝિટિવ રેટ 9.2 હતો જે 2% પર આવી ગયો છે.
આ પણ વાંચો : દિલ્હીમાં રેડ ઝોન હોવા છતાં ખુલી દારૂની દુકાનો, કોરોના ભૂલી ગયા લોકો
