રાજ્યમાં અનલોક-1માં 8 જૂનથી ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને ઓફિસો ખોલવાની સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. જને લઇ સરકાર દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. અને કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને કાર્યાલયે આવવા માટે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા. સરકારી કાર્યાલયોમાં સતત વધી રેહલા કેસોને ધ્યાને રાખી આ નિયમો બનાવવામાં આવ્યા છે.
સરકારની નવી ગાઇડલાઇન
– રૂમાલ અથવા અન્ય વસ્તુઓથી મો અને નાકને સારી રીતે કવર કરો. ઉપયોગ બાદ તેને ડિસ્પોઝ કરો.
– હાથ ધોવા માટે સાબુ અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજિયાત
– સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું પડશે.
– જાહેરમાં થૂંકવા પર સદંતર પ્રતિબંધ
– સાર્વજનિક સ્થાનો પર પ્રવેશ કરવા માટે લાઈનમાં રહેતા સમયે 6 ફૂટનું અંતર
– મોટી સભા અને મંડળી તથા ભીડથી દૂર રહો
– પોતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો
– જો બિમાર છો તો સામે ચાલી જાણકારી આપો
– આરોગ્ય સેતૂ એપનો ઉપયોગ કરો
– 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને એવા લોકો જેને બિપી, ડાયાબિટીશની બિમારીવાળા દર્દી તેઓએ અતિ આવશ્યક જરૂરિયાત વગર ઘરમાં જ રહેવું
કોઈ પણ જગ્યાએ પ્રવેશના નિયમો
– સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રિનીંગની જોગવાઈ
– જેનામાં કોરોનાના કોઈ લક્ષણો ન હોય તેમને જ પ્રવેશ
– જેનો ચહેરો અને મો ઢંકાયેલું હોવું જરૂરી
– પ્રવેશ અને બહાર જવા માટે અલગ અલગ દ્વારનો ઉપયોગ
– ચિન્હો દ્વારા સામાજિક અંતર રાખવા આદેશ
– પાર્કિંગ અને ધાર્મિક સ્થળ બહાર ભીડ કન્ટ્રોલ કરવા પર પ્રતિબંધ
આ પણ વાંચો : દેશમા સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં ટેસ્ટિંગ મામલે ગુજરાત સૌથી પાછળ, થાય છે માત્ર આટલા ટેસ્ટ
