લોકડાઉનના ત્રીજા ચરણમાં લોકોને ઘણા પ્રકારની છૂટ મળી છે. દિલ્હી સહીત દેશના ઘણા વિસ્તારોમાં સવારથી હલચલ છે. આ વખતે તો દારૂની દુકાનો પણ ખુલી ગઈ, એવામાં સોમવારે દિલ્હીની દારૂની દુકાનોમાં ભારી ભીડ જોવા મળી, ભીડ એટલી વધુ હતી કે આ વિસ્તારોમાં દિલ્હી પોલીસે દુકાનો બંધ કરવવી પડી.
સોશિયલ ડીસ્ટન્સની ધજીયા ઉડી
સોમવારે જયારે દુકાનો ખુલી ત્યારે સવારે 8 વાગ્યે થી જ લાંબી લાઈનો લાગી ગઈ હતી. આ દરમિયાન અહીં સોશિયલ ડીસ્ટન્સિંગની ધજીયા ઊડતી જોવા મળી, કેટલીક જગ્યાએ 2-2 કિમીની લાઈનો જોવા મળી. એને જ લઇ પોલીસે દિલ્હીની ઘણી દુકાનો બંધ કરાવી દીધી, કારણ કે ભીડ બેકાબુ થઇ રહી હતી. કાશ્મીરી ગેટ સામે પોલીસે હળવો લાઠી ચાર્જ કરી ભીડ હટાવવી પડી. પોલીસે ઘણી દુકાનો બંધ કરાવી દીધી પરંતુ બંધ કરાવવા માટે હજુ કોઈ અધિકારીકી આદેશ સામે આવ્યો નથી. જણાવી દઈએ કે દારૂના વેચાણથી રાજ્ય સરકારના રાજસ્વનો એક મોટો ભાગ હોય છે. એવા માં લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી કે દુકાન ખોલી દેવામાં આવે.
લોકડાઉનના ત્રીજા ચરણમાં અપાઈ છૂટ

લોકડાઉનના ત્રીજા ચરણમાં દિલ્હી સહીત ઘણા વિસ્તારોમાં ઘણી છૂટ આપવામાં આવી છે. દિલ્હીમાં હજુ રેડ ઝોન છે છતાં રાજ્ય સરકારે કેટલીક છૂટ આપવાનું એલાન કર્યું છે. એ દરમિયાન જરૂરી દુકાનો ઉપરાંત ગલી-મોહલ્લામાં હજુ બધા પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં પ્રાઇવેટ ઓફિસોને પણ ખોલી દેવામાં આવી છે. જ્યાં 30% સ્ટાફ ઉપસ્થિત છે.
આ પણ વાંચો : જનધન ખાતામાં અકાઉન્ટ નંબરના આધારે જમા થશે 500-500 રૂપિયા, જાણો ક્યારથી ઉપાડી શકાશે પૈસા
