ભારતીય જનતા પાર્ટી મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂરું થઇ ગયું છે. 23મે 2019ના રોજ મોદી સરકારે બીજી વખત લોકસભાની ચૂંટણી જીતી હતી. અને પીએમ મોદીએ 30 મેના રોજ બીજી વખત વડાપ્રધાનના સપથ લીધા હતા. ત્યારે આ વર્ષે ભારતીય જનતા પાર્ટી બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ ડિજીટલ માધ્યમથી ઉજવશે। કોરોના મહામારીના કારણે આ વર્ષે પાર્ટી પોતાની ઉપલબ્ધિઓ ગણાવવા માટે દેશભરમાં વર્ચ્યુઅલ રેલી અને પ્રેસ કોન્ફ્રેન્સ કરાશે.

સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ 30 મેથી આ સમારોહ શરૂ થશે અને એક મહિના સુધી ચાલશે. પાર્ટી તરફથી બહાર પાડવામાં આવેલા નોટિફીકેશન મુજબ મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ ઘણી ઉપલબ્ધિઓથી ભરેલું છે. તેમાં આર્ટિકલ 370 હટાવવો, ત્રીપલ તલાક સામે કાયદો પસાર કરવો પણ સામેલ છે.
150થી વધારે નેતાઓ કોન્ફ્રેન્સને સંબોધશે

ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સહીત 150થી વધારે નેતાઓ કોન્ફ્રેન્સને સંબોધિત કરશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ ફેસબુક લાઈવથી ભાષણ આપશે. ભાજપના કાર્યકર્તાઓને લખેલા પત્રમાં પાર્ટીના જનરલ સેક્રેટરી અરુણ સિંહે કહ્યું છે કે તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી બે અને નાના રાજ્યમાં એક વર્ચ્યુઅલ રેલી કરાશે. દરેક રેલીમાં ઓછામાં ઓછા 750 લોકો સામેલ થશે.દેશભરમાં એક હજારથી વધારે ઓનલાઈન કોન્ફ્રેન્સ કરાશે. આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવામાં આવશે.
સરકાર પોતાની ઉપલબ્ધીઓ ગણાવશે

સરકારના આત્મનિર્ભરતા ભારત અભિયાન હેઠળ પાર્ટીના સભ્યોને લોકલ અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંકલ્પ લેવાનું કહેવાયું છે. કેન્દ્ર તરફથી કોરોના વાઈરસ સામે લડવા માટે કરવામાં આવેલા પ્રયોસોને લોકો સુધી પહોંચાડવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : શું જવાબ તાળવાની નીતિના પગલે સરકારે ઉચ્ચ અધિકારીઓનું મીડિયા બ્રિફિંગ બંધ કર્યું ? આખરે શું છે કારણ…
