ઇન્ફોસિસના કો. ફાઉન્ડર એન.આર. નારાયણ મૂર્તિએ લોકડાઉનને લઇ મોટી વાત કરી છે. તેમનું કહેવું છે કે, જો ભારતમાં લોકડાઉન આગળ વધ્યું તો, કોરોનાથી નહિ પરંતુ ભૂખમરાના કારણે વધારે મોત થશે. તેમણે કહ્યું કે ભારતે કોરોના સાથે જીવતા શીખવું પડશે।
કોરોના કરતા વધુ મોત ભૂખમરાના કારણે થશે
નારાયણમૂર્તિએ એક બિઝનેસ ઇવેન્ટને સંબોધિત કરતા કહ્યું, ‘આપણે એ સમજવું પડશે કે ભારત લાંબા સમય સુધી આ હાલતમાં નહિ રહી શકે. જો આવું જ ચાલતું રહ્યું તો આવનારા સમયમાં કોરોના કરતા વધુ મોત ભૂખમરાના કારણે થશે.તેમણે કહ્યું કે વિકસિત દેશોની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના કેસો ઘણા ઓછા છે. સાથે જ મૃત્યદ્ર પણ લગભગ 0.25થી 0.50% છે. એનો મતલબ ભારત કર્વને ફ્લેટ કરવામાં સફળ છે.

નારાયણ મૂર્તિએ કહ્યું વર્ષે 19 લાખ લોકોની મોત અલગ-અલગ કારણે થાય છે. એમાંથી એક ચતુર્થાંસ મોત પ્રદૂષણના કારણે થાય છે, કારણ કે આખી દુનિયામાં ભારત સૌથી વધુ પ્રદુષિત છે. જો તમે 90 લાખ લોકોની મોતની તુલના છેલ્લા બે મહિનામાં થયેલી મોતોથી કરે તો આ ઘભરાવાની જરૂરત નથી.
આજીવીકા જવાનો ભય
નારાયણમૂર્તિએ કહ્યું કે 190 મિલિયન એટલે 19 કરોડ લોકો અસંગઠિત ક્ષેત્ર અથવા સ્વરોજગાર સાથે જોડાયેલા છે લોકડાઉનના કારણે દેશના ઘણા મોટા તબક્કાએ પોતાની આજીવિકા ગુમાવી છે. જો આવું જ ચાલતું રહ્યું તો હજુ વધુ લોકો પોતાની આજીવિકા ગુમાવી દેશે। તેમણે કહ્યું લોકડાઉનના કારણે કારોબારી 15થી 20% રેવન્યુ ગુમાવ્યા છે. એબી અસર જીએસટી અને ટેક્સ પર પડશે। IMFએ આ વર્ષે વિકાસ દર ઘટાડીને 1.9% કરી દીધો છે જે પહેલા 4.5% અંદાજિત છે.
ફરી કામ પર પરત ફરવું પડશે

તેમણે કહ્યું કે વડીલો અમે જેમને હેલ્થને લઇ સમસ્યા છે, તેમને માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવું જોઈએ તેઓએ કોરોના સાથે જીવતા શીખવું પડશે. મહામારી પહેલા જે કરતા હતા એને શરુ કરવું જોઈએ. આપડે કમજોર લોકોની સુરક્ષા કરવી પડશે. આપણે ઓફિસો ફરી શરુ કરવી જોઈએ. એક શીફ્ટની જગ્યાએ ત્રણ શિફ્ટમાં કામ કરવું પડશે. અમે 10થી 15% લોકો સાથે ઓફિસ શરુ કરવાની સિફારિશ કરી છે. બધા લોકો સાથે ઓફિસ નહિ આવે. સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરશે. ત્યાર પછી ધીર-ધીરે સંખ્યા વધારાશે. તેમણે કહ્યું કે, ડાટા ડ્રિવન અપ્રોચ અપનાવું પડશે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર ‘રિટર્ન ટુ ઓફિસ’ પર કામ કરે. આ દેશ અને ઇન્ડસ્ટ્રી માટે ફાયદામંદ હશે.
