દિલ્હીમાં પિઝા ડિલિવરી બોયનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇ 72 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા કે સાથે જ સંપર્કમાં આવેલા 17 ડિલિવરી બોયઝને પણ ક્વોરેન્ટાઇન કરાયા છે. સાઉથ દિલ્હીના ડીએમ બીએન મિશ્રાએ જણાવ્યું કે ડિલિવરી બોયના સંપર્કમાં 72 લોકો આવ્યા હતા જેઓના ટેસ્ટ તો નથી કરાયા પરંતુ હોમ ક્વોરેન્ટાઇન કરાવમાં આવ્યા છે. જો કોઈનામાં લક્ષણ જોવા મળે તો તેઓની તપાસ કરવામાં આવશે છે. તમામ 72 લોકોની ઓળખ ગુપ્ત રાખી છે.
ગયા સપ્તાહમાં જ આવ્યો હતો રિપોર્ટ પોઝિટિવ
સૂત્રોએ જણાવ્યું કે આ ડિલિવરી બોય માર્ચના અંતિમ સપ્તાહમાં ડ્યુટી પર હતો અને ગયા સપ્તાહમાં જ તેઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું, કે તેઓ પહેલા ડાયાલિસિસ માટે એક હોસ્પિટલ ગયો હતો અને માનવામાં આવે છે. કે આ દરમિયાન તેઓ સંક્રમિત થયા હતા. બુથ સ્તરની ટીમે એની તપાસ કરી રહી છે કે પિઝા ડિલિવરી બોય આ લોકો ઉપરાંત બીજા કોઈના સંપર્કમાં આવ્યો હતો. માલવીય નગરના કેટલાક વિસ્તારને સીલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ પછી આ શહેરમાં કર્ફ્યૂ લાગવાની શક્યતા, આજે થશે નિર્ણય…
