રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને કાબુમાં લેવા માટે સરકારે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કર્યો છે. તેની સાથે અલગ અલગ કેન્દ્રો બનાવીને રેપિડ ટેસ્ટ અને એન્ટિબોડી-એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય પણ સરકાર અને ઘણી સેવાઓની શરૂઆત કરીને કોરોનાના દર્દીઓને સારવાર અને તપાસ કરવામાં આવી રહી છે.

આ દરેક ઉપાયો ઉપરાંત ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ કેસ શોધવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત, મેડિકલ સ્ટોરમાંથી કફ-તાવની દવા લેનાર લોકોનું સ્ક્રીનિંગ કરવાનું શરુ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત, ગાંધીનગરમાં 3300 શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું હતું. જેમાંથી 300 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પણ વાંચો : સુરત સહિત ગુજરાતના આ ચાર શહેરો પણ દેશના 1400 થી વધુ શહેરોમાં સૌથી સ્વચ્છ
ગાંધીનગરમાં એડવાન્સ સિન્ડ્રોમિક સર્વેલન્સ સિસ્ટમ અંતર્ગત કામગીરી હાથ ધરી છે. મેડિકલમાં દવા લેનાર વ્યક્તિઓનું રજિસ્ટર તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જેથી તેમાંથી શરદી ખાંસી અને અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોની ઓળખ થઇ શકે અને તેમને પ્રાથમિક ધોરણે નિદાન કરી શકાય.
