અમદાવાદ(Ahmedabad)ના નવરંગપૂર વિસ્તરમાં આવેલ શ્રેય હોસ્પિટલ(shrey hospital)માં ગઈકાલે મોડી રાત્રે ICUમાં આગ લાગી હતી. જેમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. જેમાં 5 પુરુષ અને 3 મહિલા હતી. ત્યારે દરેક મૃતકોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું, કોરોના દર્દીઓનું પહેલી વખત ગુજરાતમાં પોસ્ટ મોર્ટમ થયું.
તમામ દર્દીઓનું PM થયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતકોને સવારે 9 વાગ્યે લાવવામાં આવ્યા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણ મુજબ દરેક મૃતકો 40થી 60% દાજી ગયા હતા અને તમામના મોત કાર્બન મોનોકસાઈડ શ્વાસમાં જવાથી થયા હતા. જો કે હજુ છેલ્લા રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહો ઓથોરિટીને સોંપવામાં આવશે. બી.જે.મેડિકલના 22 ડોક્ટરની ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન તમામ ડોક્ટર્સે PPE કીટ પહેરી હતી.
આ પણ વાંચો : PMOની જાહેરાત, અમદાવાદમાં આગની ઘટનામાં મૃત પામેલા દર્દીઓના પરિવારને આપવામાં આવશે આટલાની સહાય
અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા દર્દીની લિસ્ટ
- આરિફ મંસૂરી, ઉંમર 42 વર્ષ
- નવનીત શાહ, ઉંમર 80 વર્ષ
- લીલાબેન શાહ, ઉંમર 72 વર્ષ
- નરેન્દ્ર શાહ, ઉંમર 61 વર્ષ
- અરવિંદ ભાવસાર, ઉંમર 78 વર્ષ
- જ્યોતિ સિંધી, ઉંમર 55 વર્ષ
- મનુભાઈ રામી, ઉંમર 82 વર્ષ
- આયેશાબેન તિરમીઝી, ઉંમર 51 વર્ષ
આ પણ વાંચો : શા માટે રિયાએ સુશાંતને 5 દિવસમાં 25 વખત કર્યા ફોન ? કોલ ડીટેલને લઈને થયા ચોંકાવનાર ખુલાસા
