‘કોરોના પ્યાર હે’. આ એક ફિલ્મનું નામ છે. અને કોરોના વાયરસ પર ફિલ્મ બનાવવાનો વિષય। ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મુજબ, IFTPC એટલે ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર કાઉન્સિલે જણાવ્યું કે ‘કોરોના પ્યાર હે’ નામથી એક ફિલ્મ ટાઇટલ બુક કરવામાં આવ્યું છે. એને રજીસ્ટર કરાવ્યું છે. ‘ઇરોઝ ઇન્ટરનેશનલ’એ. ઇરોઝ ઇન્ટરનેશનલ ની કૃષિકા લુલ્લાએ કહ્યું કે હાલ ફિલની સ્ક્રીપટ લખવામાં આવી રહી છે. બધી તૈયરી થયા પછી ફિલ્મ પર કામ શરુ થશે.
‘ડેડલી કોરોના’

વધુ એક ટાઇટલ સામે આવ્યું છે એ છે ‘ડેડલી કોરોના’. આ ફિલ્મ ક્યારે શરુ થશે એ અંગે કોઈ જાણકારી નથી પરંતુ 31 માર્ચ સુધી બધી ફિલ્મ અને શોની શુટિંગ બંધ થઇ ગઈ છે. બૉલીવુડ જ નહિ હોલીવુડની પણ ઘણી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે. WHO એટલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ કોરોના વાયરસને મહામારી ઘોષિત કરી દીધી છે
કલમ 370 અને બાલાકોટ હુમલો
જયારે ભારત સરકારે જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવી હતી, ત્યારે આ મુદ્દા પર ઘણા નામ દાખલ કરવામાં આવ્યા હતા. IMPPA (ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશન)એ જણાવ્યું કે આ મુદ્દા પર બૉલીવુડ પ્રોડ્યુસર તરફથી 20થી 30 ટાઇટલ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. તેમજ પુલાવમાં હુમલાના પણ ઘણા ટાઇટલ રજીસ્ટર કરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : તાંબાના સંપર્કમા આવતા જ નષ્ટ થાય છે ‘કોરોના વાયરસ’ ? રિસર્ચમાં દાવો
