બેંગલુરૂ: કર્ણાટકના પાટનગર બેંગલુરૂમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ થયો છે. બેંગલુરૂમાં ઇલેક્ટ્રૉનિક સિટીની એક સ્કૂલમાં ઓછામાં ઓછા 60 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કોરોના પોઝિટિવ વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થીને તાવ આવ્યો હતો, જેનું લેડી કર્જન અને બોરિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારેએક અન્યને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે. જોકે, કોરોનાના આ વિસ્ફોટ બાદ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે.

શ્રી ચેતન્ય ગર્લ્સ રેસિડેંશિયલ સ્કૂલના બાકી રહેલા વિદ્યાર્થીઓને સ્કૂલ પરિસરમાં જ એક આઇસોલેશન સુવિધામાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ એસિંપ્ટોમેટિક છે. નગર નિગમના અધિકારીઓએ કહ્યુ કે એક ખાનગી સ્વાસ્થ્ય સુવિધાના કર્મચારી તેમની દેખરેખ કરી રહ્યા છે. સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે અને તે 20 ઓક્ટોબર અથવા તે પછી ફરી ખુલી શકે છે.
સ્કૂલે 5 સપ્ટેમ્બરે સીનિયર સ્ટૂડન્ટ માટે ક્લાસને ફિઝિકલી શરૂ કર્યુ હતુ. 22 શિક્ષકો સહિત 57 પુરી રીતે વેક્સીન લઇ ચુકેલા કર્મચારીઓ અને 485 વિદ્યાર્થીઓ સાથે સ્કૂલ ફરી ખુલ્યુ હતુ, પણ 26 સપ્ટેમ્બરે બેલ્લારીથી આવેલી એક વિદ્યાર્થીને તાવ, ઉલ્ટી જેવા લક્ષણ જોવા મળ્યા હતા, જે બાદ તેને કોરોના સંક્રમિત મળી હતી. બૃહદ બેંગલુરૂ મહાનગરપાલિકાના અધિકારીઓ અનુસાર, તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. રેપિડ એન્ટીજન ટેસ્ટમાંથી પસાર થનારા 105 વિદ્યાર્થીમાંથી 27 સંક્રમિત આવ્યા છે, જ્યારે આરટીપીસીઆર ટેસ્ટમાંથી પસાર થનારા 424 વિદ્યાર્થીમાંથી 33 અન્ય પોઝિટિવ આવ્યા છે.