એક પ્રમુખ ચીની સાયન્ટિસ્ટ(Scientist)એ કહ્યું છે કે જયારે ચીને કોરોના વાયરસ(corona virus) અંગે દુનિયાને જણાવ્યું એના ઘણા સમય પહેલા જ ચીન(China)ને વાયરસ અંગે જાણ થઇ હતી. સાયન્ટિસ્ટ ડો. લી મેન્ગ યાન(Lee meng yan)એ કહ્યું કે સુપરવાઈઝરએ એની રિસર્ચની પણ અવગણના કરી દીધી જેનાથી લોકોના જીવન બચી શકતે.
એપ્રિલ 2020ના અંતમાં લી મેન્ગ યાન હોંગ કોંગથી ભાગી અમેરિકા જતી રહી હતી. લી મેન્ગ હોંગ કોંગ સ્કૂલ ઓડ પબ્લિક હેલ્થમાં વાયરોલોજી અને ઇમ્યુનોલોજીની એક્સપર્ટ રહી ચુકી છે. લીએ કહ્યું કે કેમ્પસથી નીકળતી સમયે ઘણી સાવધાની રાખી જેથી સેન્સર અને કેમેરાથી બચી શકે, કારણ કે એમને ડર હતો કે જો પકડી ગઈ તો જેલમાં નાખી દેવામાં આવી શકે છે. અથવા પછી એમને ગાયબ પણ કરી શકે છે.
લી યાનએ લગાવ્યા ચીન પર આરોપ

એમેરિકી ટીવી ચેનલ ફોકસ ન્યુઝ સાથે વાત કરતા લીએ કહ્યું કે, ચીનની સરકાર એમની પ્રતિષ્ઠાને ખતમ કરવાની કોશિશ કરી રહી હતી અને એને ચૂપ કરાવવા માટે સાયબર અટેક કરાવવામાં આવી રહ્યા હતા. હાલ તે અજ્ઞાત સ્થાન પર રહી છે. લીએ કહ્યું કે તેમણે પોતાનું જીવન ખતરામાં મહેસુસ થઇ રહ્યું છે. અને એને એ ડર છે કે તે ઘરે પાછી નહિ જઈ શકશે.
યાને દાવો કર્યો કે દુનિયાના ઘણા મોટા સાયન્ટિસ્ટો શામેલ હતા જેણે સૌથી પહેલા કોરોના વાયરસ પર સ્ટડી કરી. તેમણે કહ્યું કે ચીને ડિસેમ્બર 2019માં હોંગકોંગના એક્સપર્ટને પણ કોરોના પર રિસર્ચ કરવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યાર પછી તેમણે પોતાના જાણીતા લોકો પાસે કોરોનાની જાણકારી મેળવી.
ચીનને પહેલાથી ખબર હતી

લી યાનને ચીનના સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનના સાયન્ટિસ્ટ 31 ડિસેમ્બર 2019એ જ જણાવી દીધું હતું કે કોરોના મનુષ્યથી મનુષ્યમાં ફેલાય છે. પરંતુ ત્યાં સુધી WHOને એની જાણકારી ન હતી. 9 જૂન 2020ના એક નિવેદનમાં WHOએ કહ્યું હતું કે ચીની અધિકારીઓ મુજબ, કોરોના મનુષ્યથી મનુષ્યમાં નથી ફેલાતો.
તેણે કહ્યું કે, કોરોનાના મામલા સામે આવ્યા પછી શરૂઆતમાં જ ચીનના મોટાભાગના ડોક્ટર કહેવા લાગ્યા, આપડે આ અંગે વાત ન કરી શકીએ. આપડે માસ્ક પહેરવાની જરૂરત છે.’ તેણે કહ્યું ઘણા દર્દીઓની સમય પર તપાસ ન કરવામાં આવી અને ઈલાજ પણ ન થયો. ડોક્ટરી ગભરાયેલા હતા અને વાત ન કરી શકતા હતા. સુપરવાઈઝરે પણ એને ચૂપ રહેવાનું કહ્યું. એને ગાયબ કરી દેવાની પણ ચેતવણી મળી હતી.
આ પણ વાંચો : અત્યાર સુધીના સૌથી ઉંચા સ્તર પર વિદેશી મુદ્રા ભંડોળ, એક જ સપ્તાહમાં વધીને આટલો થયો
