કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) સતત મોદી સરકાર(Modi Government) પર સવાલ ઉભા કરી રહ્યા છે. લદ્દાખની ગલવાન ઘાટી(Galwan valley)માં ચીન સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનિકોની શહાદત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) પાસે સતત જવાબ માગ્યા પછી આજે તેમણે કોરોના વાયરસ(Corona virus) સંક્રમણ મામલે સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકાર(Central Government) પાસે કોરોના સામે લડવા કોઈ ઉપાય નથી.
પીએમ સરેન્ડર કરી ચુક્યા : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘કોરોના વાયરસ દેશના નવા ભાગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર પાસે એનાથી છુટકારો મેળવવા કોઈ પાલન નથી. PM ચૂપ છે. તેમણે મહામારી સામે આત્મસમર્પણ અને એનાથી લાડવા ઇન્કાર કરી દીધું છે.
રાહુલ ગાંધીએ કોરોના વાયરસના મુદ્દે PM મોદી પર એવા સમયે પ્રહાર કર્યો જયારે દેશોમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પાંચ લાખ ઉપર પહોંચી ગઈ છે. ત્યાંજ પીએમ મોદી કહી ચુક્યા છે કે ખબર નથી બીમારીથી ક્યારે છુટકારો મળશે.
ખબર નથી કોરોનાથી કયાંરે મુક્તિ મળશે : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, ‘આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર યોજના’ના લોન્ચિંગમાં કહ્યું હતું કે ખબર નહિ કોરોનાથી ક્યારે મુક્તિ મળશે. કોરોના સંકટ પર પીએમ મોદીએ કહ્યું કે આગળ પણ કોઈ ને નથી ખબર કે આ બીમારીથી ક્યારે મુક્તિ મળશે. એની એક દવા આપણને ખબર છે. એ છે બે ગજની દુરી. આ દવા છે. મોં ઢાંકો, ફેસકવાર કે રૂમાલનો ઉપયોગ કરો. જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહિ બને, ત્યાં સુધી આ જ દવાથી રોકી શકીશુ.
આ પણ વાંચો : પેહલી વખત કોઈ Indianએ બનાવી આવી App, આના દ્વારા કરો Chinese Appની છુટ્ટી
