સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને લઇ હાહાકાર છે. ત્યારે દેશમાં પણ કોરોના આંકડા વધતા જ જાય છે. સાથે ગુજરાતમાં પણ ઝડપથી કોરોના સંક્રમિત કેસોના આંકડા વધી રહ્યાં છે. ત્યારે હાલમાં જ ATMનો ઉપયોગ કરતા કોરોના સંક્રમણ ત્રણ કેસો સામે આવ્યા છે. ગુજરાતના જ ત્રણ જવાનો ATMનો ઉપયોગ કરતા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે.
કેવી રીતે બચી શકો ATM માંથી રૂપિયા ઉપાડતી વખતે કોરોનથી
ઘરની બહાર નીકળો તો સાથે સેનિટાઇઝર રાખો અને હાથ સાફ કરતા રહો.
સાથે જ વેટ વાઇપ્સ અને ટિશ્યૂ સાથે રાખો. લાઈનમાં ઉભા રહો ત્યારે તમારો ચહેરો, નાક અને મોઢુ સ્પર્શવાથી બચો
ATM રૂમમાં જો કોઈ હોય તો અંદર ન જાવો. એની નીકળવાની રાહ જોવ.
લાઇનમાં ઉભા રહો ત્યારે સોશિયલ ડિસ્ટન્સ બનાવીને રાખો
ATM રૂમમાં કોઈ પણ વસ્તુ ટચ ન કરવી। સ્પર્શ ન કરો. જો ટચ થઇ ગઈ તો હાથ વાઇપ્સ અને સેનિટાઇઝરની સાફ કરી લો.
લાઇનમાં કોઇ વ્યક્તિ સાથે હાથ મિલાવાના બદલે દૂરથી જ હેલો અથવા નમસ્તે કરો.
આ પણ વાંચો : કોરોના કરતાં પણ લોકડાઉનને વધુ ખતરનાક ગણાવી રહ્યા છે અમુક રિપોર્ટ, શું છે સત્ય ?
