રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સુરતમાં પણ કોરોના નો કહેર વધી જ રહ્યો છે. ત્યારે હોસ્પિટલની સુવિધા થી લઇ દર્દીઓના ભોજનને લઇ અનેક ફરિયાદો આવતી રહે છે. ત્યારે આ સમસ્યાનું સમાધાન માટે હંમેશા તંત્ર કરતા પહેલા તૈયાર રહેતા એવા સુરતના મજુરા વિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી.
પહેલા દિવસથી જ કોરોનાની લડાઈમાં કાર્યરત છે

સમસ્યાના સમાધાન લાવવા બદલ સુરતની ફાઈવ સ્ટાર હોટેલ મેરિયોટએ તેમને પ્રતિસાદ આપ્યો છે. ત્યારે 21 એપ્રિલથી તમામ દર્દીઓને પૂરતું જમવાનું મળી રહે છે. ત્યારે શંકાસ્પદ દર્દીઓ માટે લક્ષ્મીનાથ સેવા સમિતિ દ્વારા ભોજન પહોંચાડવામાં આવે છે. આવા કામોમાં ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના સામેની લડાઈમાં પ્રથમ દિવસથી કામ કરી રહ્યા છે. તેઓ પોતાના મત વિસ્તારમાં તંત્ર અને સંસ્થો સાથે મળી કામ કરી રહ્યા છે. ત્યારે સિવિલમાં સ્ટાફ માટે ઇવેન્ટ મેનેજર્સના ગ્રુપ દ્વારા એક રસોડું તૈયાર કરાયું છે. ત્યાં પણ તેમની સાથે મળી કામ કરે છે.
30,000થી વધુ લોકો સુધી જમવાનું પહોંચાડે છે.

આ ઉપરાંત તેઓના પ્રયત્નોને કારણ રાજસ્થાનમાં ફસાયેલા 4 બાળકો સુરત આવી શક્યા. ત્યારે સુરતમાં સરોગોસીથી જન્મેલી દીકરી બેંગ્લોર એના માં-બાપ પાસે પહોચી શકી. કેન્સરની 250 જેટલા દર્દીઓને દવા અમદાવાદ લાવી પહોંચાડી હતી. મજુરા વિસ્તારના કોઈ સિનિયર સિટીઝન ભૂખ્યા ન રહે માટે ટિફિન વ્યવસ્થા કરી સાથે જ 30,000થી વધુ લોકો સુધી જમવાનું પહોંચાડે છે.
ધારાસભ્ય હર્ષ સંઘવીનું કહેવું છે કે, સુરત દિલદારોનું શહેર છે અહીં સેવા કરવાવાળા અને દાન આપનારાની સંખ્યા ઓછી નથી, થોડું સંકલન કરી ખરી જરૂરિયાત અને જરૂરિયાતમંદ સુધી પહોંચે એના પ્રયત્ન વિવિધ સંસ્થા અને સરકાર વચ્ચે સંકલન કરીને કર્યા છે. બહાર રહીને અમારા ભાગે આંગળી ચિંધ્યાનું પુણ્ય આવ્યું છે.
આ પણ વાંચો : શા માટે રાજ્ય સરકારે આ જિલ્લાઓને આપ્યો ST બસો તૈયાર રાખવાનો આદેશ ?
