ભારત હાલમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. હાલમાં સરકાર કોરોના સંક્રમણ ઘટાડવા માટે વધુ ટેસ્ટિંગ પર ભાર મૂકી રહ્યું છે. જેના કારણે પ્રાથમિક તબક્કે સંક્રમિત લોકોંની ઓળખ કરી શકાય. જેથી તેમનો નિદાન ઝડપી બને. હાલમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરતા કહ્યુ છે કે, દેશના કોઈ પણ ખૂણેથી ક્યાંય પણ કોરોના ટેસ્ટ કરાવી શકશો. અત્યાર સુધી માત્ર ICMR તરફથી મંજૂરી મળેલી સરકારી અથવા ખાનગી લેબોરેટરીમાં જ ટેસ્ટ કરાવી શકાતા હતા.

પરંતુ, કોરોના વાયરસ પર બનેલી સમિતિના અધ્યક્ષ વિકે પોલે જણાવ્યુ છે કે, અમારા ટેસ્ટીંગની ક્ષમતા હવે વધતી જાય છે અને હવે ડિમાન્ડીંગ ટેસ્ટીંગની પણ મંજૂરી આપી શકીએ છીએ. હાલમાં દેશમાં દૈનિક પરીક્ષણની સંખ્યા વધી રહી છે. તે ઉપરાંત, ટેસ્ટિંગ કીટ પણ દેશમાં બનાવવામાં આવી રહી છે. સરકારી લેબ્સ ઉપરાંત ખાનગી લેબ્સ પણ મોટા પ્રમાણમાં ટેસ્ટ કરી રહી છે. પરંતુ સામાન્ય માણસો માટે “ઓન ડિમાન્ડ ટેસ્ટીંગ” સુવિધાની માર્ગદર્શિકામાં ફેરફાર કરવાની જરૂર છે, જેને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : સરકાર કોરોના વેક્સીનના આટલા લાખ ડોઝનો પ્રથમ ઓર્ડર આપવા તૈયાર, આ લોકોને મળશે પ્રથમ ડોઝ
શું હશે કિંમત ?
આ અંગે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, વિવિધ રાજ્યોએ તેમના પોતાના પરીક્ષણ દર નક્કી કર્યા છે. પરંતુ તેમાં વધુ ઘટાડો થઇ શકે છે. દેશમાં બનેલી મોટાભાગની પરીક્ષણ કીટ હવે સરકારી પ્રાપ્તિ પોર્ટલ જેમ (સરકારી ઈ-માર્કેટ) પર ઉપલબ્ધ છે.
