કોરોના વેક્સીનની રાહ જોતા ભારતીયો માટે છેવટે આવી ગયા છે મોટા સમાચાર. પુના સ્થિત ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ પુનાવાલાએ દાવો કર્યો છે કે કોરોનાની એક વેક્સીન 20 જાન્યુઆરી સુધીમાં દેશમાં પ્રાપ્ત થઈ જશે. કોરોનાની આ વેક્સીનનો ભાવ એટલો કિફાયતી રહેશે, જે દરેકના ખીસ્સાને પરવડી શકે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારત અને બ્રિટનમાં ટેસ્ટિંગની સફળતાને આધારે નિયામક નિકાસની જો સમયસર મંજૂરી મળી જશે તો અમને આશા છે કે દેશમાં જાન્યુઆરી 2021 સુધીમાં વેક્સીન ઉપલબ્ધ હશે. લોકો કોઇ પણ ચિંતા વગર આ રસીનો ઉપયોગ કરી શકશે. વેક્સીનના લાંબા ગાળાની અસર જાણવા જોકે, બે ત્રણ વર્ષનો સમય લાગી શકે છે.
વેક્સીનના ભાવો અંગે પુનાવાલાએ ખૂલાસો કર્યો કે સરકાર સાથે કંપનીની વાતચીત ચાલી રહી છે. કંપનીએ ખાતરી આપી છે કે રસી કિફાયતી ભાવે થશે જે દરેકના ગજવાને પોષાય તેવી હશે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી એસઆઈ 6-7 કરોડ વેક્સિનના ડોઝનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે. દર મહિને વેક્સિનના ડોઝ 100 મિલિયન સુધી વધારવામાં આવશે. કંપનીએ ભારત અને અન્ય દેશો માટે વેક્સીનના નિર્માણ અને વિતરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા ગાવી, વેક્સીન એલાયન્સ અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે.
સીરમ સંભવિત કોરોના વેક્સીન કોવિશીલ્ડનું ઉત્પાદન કરવા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા સાથે કામ કરી રહ્યું છે. કોવિશીલ્ડ હાલ દેશમાં બીજા અને ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલમાં છે. નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશો માટે એસઆઇઆઇ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવશે.
આ પણ વાંચો : ટેસ્ટ માટે ટાઈમિંગ સ્લોટમાં થયો વધારો
Copyright © 2020 News Aayog. All Rights Reserved Designed & Developed By: Jemistry Info Solutions LLP