દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં અત્યાર સુધી કોઈનું મોત થયું નથી, પરંતુ, જ્યારથી દિલ્હીમાં 1 વ્યક્તિ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જણાયું છે ત્યારબાદ, લોકોમાં અશાંતિ જોવા મળી રહી છે. મેડિકલ સ્ટોર્સમાં માસ્ક અને સેનિટાઈઝર્સની અછત થઇ ગઈ છે, કારણ કે, લોકો તેને ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કુલ 28 કેસ નોંધાયા છે. ફ્રાન્સના મસિલા શહેરમાં લગભગ 2000 માસ્કની ચોરી થયાની વાત સામે આવી છે. જયારે, અમેરિકાના સર્જન જનરલે 29 ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને લોકોને માસ્ક ખરીદવાનું બંધ કરવા કહ્યું હતું. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, માસ્કની જરૂર છે કે નહીં?
આ પણ વાંચો : કોરોના વાયરસ : ડિમાન્ડ વધતા માસ્કની કિંમતમાં પણ 4 ઘણો વધારો

કોને માસ્ક પહેરવાની જરૂર છે.
જો તમે સ્વસ્થ છો, તો તમારે માસ્કની જરૂર નથી. પરંતુ, જો તમે કોરોના વાયરસના દર્દીની સંભાળ લઈ રહ્યા છો તો તમારે માસ્ક પહેરવું અનિવાર્ય છે. તદ્ ઉપરાંત, જે લોકોને તાવ, કફ અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તેઓએ માસ્ક પહેરવા જોઈએ અને તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.

WHO એ જણાવ્યું કે, માસ્ક કેવી રીતે પહેરવું.
વિશ્વ આરોગ્ય સંગઠન WHO ના જણાવ્યા અનુસાર, માસ્ક પર હાથ ન લગાવો જોઈએ અને લાગી જાય તો તરત જ તમારા હાથ ધોવા જોઈએ. માસ્ક એવી રીતે પહેરવા જોઈએ કે, તમારું નાક, મોં અને દાઢીનો ભાગ સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય. માસ્ક દૂર કરતી વખતે માસ્કને સ્પર્શશો નહીં.

ફોર્બ્સના અહેવાલ અનુસાર, માસ્ક પહેરવું જરૂરી નથી
જો તમને ચેપ લાગ્યો નથી તો, માસ્ક પહેરવું જરૂરી નથી, ફોર્બ્સના અહેવાલમાં જણાવ્યું છે કે, તમારે માસ્ક પહેરવાની જરૂર નથી, અને માસ્ક પહેરવું પણ જોઈએ નહિ. જો તમે સ્વસ્થ છો તો, તમારે N95 માસ્ક પહેરવાની જરૂર નથી.

તેમના અનુસાર, અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે, તંદુરસ્ત લોકો માસ્ક પહેરીને કોરોનાથી બચી શકે છે. ઉલટું જો તમે માસ્ક ખોટી રીતે પહેરો છો તો ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. કારણ કે, વારંવાર મોં પર હાથ લાગે છે. જો તમે બીમાર હોવ તો જ માસ્ક પહેરવાની જરૂર છે, જેથી, વાયરસ તમારાથી અન્યમાં ન ફેલાય અથવા જ્યારે તમે કોઈ બીમાર વ્યક્તિની સંભાળ લેતા હોય ત્યારે માસ્ક પહેરો.
