કોરોના વાયરસના નો કહેર ઓછો થવાનું નામ જ નથી લઇ રહ્યો. ચીન થી શરુ થયેલ કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)એ ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઘોષિત કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના અત્યાર સુધીમાં ઘણા કેસો આવી ચુક્યા છે. બધા વ્યક્તિ ફોન, લેપટોપ અથવા અન્ય ગેજેટ્સનો ઉપયોગ જરૂર કરતા હોઈએ છે.
SARS કોરોના વાયરસનાં (COVID-19) ડેટા કલેક્શન દરમિયાન જણાવવામાં આવ્યું છે કે, ગ્લાસ સ્લાઇડ પર આ વાયરસ 96 કલાક સુધી રહી શકે છે. જે ફોનની સ્ક્રીન પર પણ લાગુ પડે છે. માઇક્રોબાયોલોજિસ્ટ Emma Hayhurstનું કહેવું છે કે, આ વાતનું કોઇ સબૂત નથી કે આ વાયરસ ફોન દ્વારા ફેલાઇ શકે છે પરંતુ તે વાતનું પણ સબૂત નથી કે આ ફોનથી ફેલાઇ શકતા નથી.
કેવી રીતે રાખશો તમારા મોબાઈલને કે અન્ય ગેજેટ્સના કાચને સાફ

સૌથી પહેલા ધ્યાન રાખો કે ફોનની સફાઈ કરતી સમયે તમારો મોબાઇલ અનપ્લગ હોય કે તેના ઉપર કવર ન હોય
ફોનને સાફ કરવા માટે કોઇપણ રીતે કેમિકલ ન વાપરો માત્ર માઇક્રોફાઇબર કપડું જ વાપરો.
માઇક્રોફાઇબર કપડાને નમ કરી સો અને કેમિકલ ફ્રી સોપનો મોબાઈલ સાફ કરવા ઉપયોગ કરો
સાબુ સીધો ફોન સ્ક્રિન પર લાગવો જોઇએ નહીં. તેને પાણી સાથે ભેળવી મોબાઇલની સ્ક્રીન સાફ કરો
જો તમારો ફોન વોટરપ્રૂફ નથી તો ધ્યાન રાખો કે ફોનનાં કોઇ પણ ઓપન જગ્યાએ પાણી ન જાય
ફોન સાફ કરવા કોઇપણ ક્લીનર, બ્લીચ કે સ્પ્રેનો ઉપયોગ કરવો નહિ
ફોન સાફ કરવા ટિશ્યુ પેપરનો ઉપયોગ કરવો નહિ
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે આ દેશમાં ઇન્ટરનેટ કંપની આપી રહી ફ્રી wifi hotspot
