કોરોના વાયરસના કારણે સોનાના ભાવમાં પણ ઘણો ઘટાડો આવી ગયો છે સોનાની કિંમત 40 હજાર પ્રતિ 10 ગ્રામ નીચે પહોચી ગઈ છે. છતાં સોનાની ખરીદી ઘટી ગઈ છે. 6 માર્ચે સોનાનો ભાવ 3 ટકા GST વગર ચડીને 44,274 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો હતો જે આજે એટલે ગુરુવારે 39,910 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. ત્યારે દિલ્હીમાં મંગળવારે 39,719 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 39,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 40,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દુકાનો બંધ
કોરોના વાયરસના કારણે દિલ્હીમાં જવેલરીની દુકાનો પર ગ્રાહકોની સંખ્યામાં 50-60%નો ઘટાડો જોવા મળ્યો છે. પીસી જ્વેલર્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર આર કે શર્માએ જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે જવેલરીની દુકાનો બંધ છે. આવી રીતે સોનુ ખરીદવાના પૈસા ક્યાંથી આવશે. જો કે, જો કોઈ સોનામાં રોકાણકારો માટે આ યોગ્ય સમય છે.
ઝવેરી બજારમાં પણ લોકોની ભીડ નથી
ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન ઓફ મુંબઇના રાષ્ટ્રીય સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, ઝવેરી બજારમાં ધંધો સામાન્ય સ્તરે નથી. લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે માટે ધંધો ખૂબ સુસ્ત પડી ગયો છે. લોકો ઘરોમાં રહેવાનું પસંદ કરે છે. ત્યારે ઝવેરી બજાર બંધ હોવાની અફવાઓએ પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. હકીકતમાં, સરકાર તરફથી બજારમાં બે ગોલ્ડ મોલ બંધ કરવાનો ઓર્ડર મળ્યો છે.
આ પણ વાંચો : કોરોનાની આફત વચ્ચે મોદી સરકારે બદલાય આ નિયમો, 75 કરોડ લોકોને થશે લાભ
