કોરોના વાયરસનો કહેર સમગ્ર દુનિયામાં છે. ભારતમાં કોરોના વાયરસના સંખ્યા 100ને પાર પહોંચી ગયી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બધા સાવચેતીના પગલાં રહ્યા છે. 30 માર્ચ સુધી બધી શાળા/ કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જ્યાં વધુ એકત્ર થાય છે ત્યાં વધુ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે

ત્યારે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સાફ રાખવા તેમજ લોકોને જાગૃત કરવા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેને અનુસંધાને સુરત સુરત એસટી વિભાગ દ્વારા બસ ડેપો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસટી બસમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે માટે એસટી ડેપો પર મુસાફરોનો ભીડ થાય છે. તો મુસાફરો આ વાયરસની ચપેટમાં ન આવી જાય માટે તમામ બસને ફિનાઈલથી સાફ કરવામાં આવી રહી છે.

બસને પહેલા ફિનાઈલથી સાફ કરી દવાનો છંટકાવથી જીવજંતુ મૂક્ત કરવામાં આવી હતી. ST ડેપો પર પણ સફાઈ કરી અને જંતુનાશક દવાનો છંટકા કરવામાં આવ્યો. STના કર્મચારીઓ ફરજિયાત વર્કશોપમાં હેન્ડ સેનિટાઇઝ લગાવી અને કામ પર એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : શું છે મહામારી એક્ટ 1987 ? કેમ અંગ્રેજોના આ કાયદાનો ઉપયોગ કરી રહી છે મોદી સરકાર ?
