હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ થી હાહાકાર છે. આ રોગ થી આજ ભારતમાં કુલ 3 લોકોના મૃત્યુ થયા છે પરંતુ એનો ડર સમગ્ર વિશ્વમાં જે રીતે વ્યાપેલો છે, તેનાથી લોક ડાઉન પરિસ્થિતી જોવા મળી રહી છે. ત્યારે હિન્દુ સનાતન ધર્મના મૂળભૂત શાસ્ત્ર જયોતિષની દ્રષ્ટિએ આ મહામારીને જયોતિષશાસ્ત્રી મુકેશ મહારાજના અનુસાર સમજવા પ્રયાસ કરીએ.
આ પણ વાંચો : કોરોના વાયરસના નામે ખોટી વેબસાઈટ પહોંચાડી રહી છે તમને બીજું જ નુકસાન, ભૂલથી પણ open કરતાં આ સાઈટ્સ
જયોતિષના ગ્રહોમાંથી રાહુ, કેતુ તથા શનિ અકલ્પનિય ઉલટફેર માટે જાણિતાં છે. જયારે જયારે વૈશ્વિક મહામારીની વાત આવે તો શનિ મહારાજની ભૂમિકા ઉડીને આંખે વળગે એવી હોય છે. હાલમાં શનિ પોતાની સ્વ રાશી એવી મકર રાશિમાં ભ્રમણ કરે છે. ભુતકાળમાં શનિ જયારે જયારે પોતાની રાશિમાંથી પસાર થયો છે ત્યારે ત્યારે વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે મહામારી એ ભરડો લીધો છે.
ભૂતકાળમાં પણ છે સાક્ષી

- ઈતિહાસના પાનામાં જોઈએ તો ઇ.સ.165 જયારે શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે #ચેચક નામના રોગ થી અંદાજીત 50 લાખ લોકોનું મૃત્યુ થયું હતુ.
- ઇ.સ.252 માં જયારે મકર રાશિમાં શનિનું ભ્રમણ થયુ ત્યારે ધ પ્લેગ ઓફ સાઇપ્રસ થી રોજ ના અંદાજીત 5000 લોકો નો ભોગ લેવાઇ રહ્યો હતો.
- ઇ.સ. 547 માં મિસ્ર મા પણ પ્લેગ ની મહામારી થી રોજિંદા 10000 લોકો નો ભોગ લેવાઇ રહ્યો હતો આ મહામારી એ વિશ્વ ના ચોથા ભાગની સભ્યતાને મરણ પમાડેલું.
- આ જ રીતે ઇ.સ. 1312,1348,1666 મા પણ જોવા મળે છે.
- નજીક ની સદી એટલે કે 19 મી સદીમાં જોઇએ તો ઇ.સ. 1902 માં શનિના મકર રાશિના ભ્રમણ થી અમેરિકાના સાનફ્રાન્સિસ્કોમાં ઉદ્ભવેલી પ્લેગની મહામારી એ લાખો લોકો નો ભોગ લીધો હતો
- ગુજરાત ના પરિપ્રેક્ષમાં વાત કરીએ તો 1994 ના શનિ ના ભ્રમણ થી સુરતમાં પ્લેગ નો રોગ થી લગભગ બધા માહિતગાર છે.
આ પ્લેગ પણ જાનવર માંથી આવેલી બીમારી છે. હાલમાં શનિ મહારાજનું ભ્રમણ મકર રાશિમાં શરુ છે. જે આ કોરોના નામક મહામારીનો કારણ ગણાય છે. આ મહામારીનું પણ હાલ કારણ પ્રાણી જન્ય રોગ જ કહેવાય છે.

હાલમાં સૂર્ય મહારાજ ગત તારીખ 15 થી મીન રાશિમાં પ્રવેશ કરવાથી મકર રાશિ ઉપરની દ્રષ્ટિથી આ રોગને નાથવા પ્રયાસ કરશે પરંતુ મીન એ જળતત્વની રાશિ હોય અને આ રાશિમાં સૂર્ય નીચો ગણાતો હોય આ મહામારી ઉપર કાબુ મેળવવા મા નિષ્ફળ જશે.

ઉપરથી 22મી માર્ચથી મંગળ જયારે શનિની મકર રાશિમાં પોતાના ભ્રમણનો પગ રાખશે ત્યારે આ શનિ મંગળની યુતી બળતામાં ઘી હોમવા જેવું કાર્ય કરશે. આ મહામારી સાથે સાથે આગજની,મંદી જેવી અપ્રિય ઘટનાઓ વિશ્વમાં બનશે.
ક્યારે બદલાશે સ્થિતિ ?
આ સ્થિતિને નાથવા 29/03/2020 ના રોજ ગુરુ મહારાજ જયારે પોતાનું રાશિ પરીવર્તન કરશે ત્યારે આ ભયંકર ગજગ્રાહ ઉપર ઠંડુ પાણી રેડાશે અને વિશ્વમાં શાંતિ સ્થપાતા રાહતનો દોર શરુ થશે. અંતે 04-05-2020 ના દિવસે જયારે મંગળ મકર રાશિ માંથી આગળ ભ્રમણ કરશે અને શનિની યુતી માંથી મુકત થશે ત્યારે વિશ્વ ને ખરેખર રાહત મળી શકશે.
આ જયોતિષ ગણના આધારિત મારી માન્યતા છે જેને ઈતિહાસમાં બનેલી ઘટનાઓની સાક્ષી મળે છે. સારૂ ખરાબ ભગવાનના હાથમાં છે. સૌને પ્રભુ પરમાત્મા સુરક્ષિત રાખે એ અભ્યર્થના સહ…

જયોતિષ આચાર્ય મુકેશ મહારાજ દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી છે
