સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો ખોફ છે. ભારતમાં પણ 13 રાજ્યોમાં 89 કેસો નોંધાઈ ગયા છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સરકાર કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે બધા પ્રયાસ કરી રહી છે. જે અનુસંધાને સરકારે ધ એપિડેમિક ડિસિઝ એક્ટ, 1897ના અમલની સૂચના માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ એક્ટની કલમ 2, 3 અને 4 પ્રમાણે અધિકારીઓને કેટલિક સત્તા તેમજ કેટલાક આદેશ કરવામાં આવ્યા જે અંગે માહિતી આપી છે. આ ઉપરાંત સરકારે વધુ એક જાહેરનામું બહાર પાડીને જાહેર નજતાને સામુહિક મેળાવડાઓ રાડ રદ કરતા અથવા આગળ ખસેડવા અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર 31મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
સરકારનો પરિપત્ર
ગુજરાત સરકારના પરિપત્ર મુજબ આ કાયદો ધ ગુજરાત એપિડેમિક ડિસિઝ, કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020 નામે ઓળખાશે.
આ કાનૂન પ્રમાણે જવાબદાર અધિકારીઓ એટલે કે સ્વાસ્થ્ય કમિશનરો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરો તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી નિમવામાં આવેલા અધિકારીઓને ગણાશે.
સરકારના પરિપત્ર મુજબ દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ 19ના શંકમંદોની તપાસ માટે સ્ક્રિનિંગ કોર્નર હોવું જરૂરી છે. દરેક હૉસ્પિટલોએ જે તે વ્યક્તિ કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે તેવા કોઈ દેશનો પ્રવાસ કરીને આવ્યો છે કે કેમ તેના રેકોર્ડ પણ રાખવો પડશે. એ ઉપરાંત જો વ્યક્તિએ આવો કોઈ પ્રવાસ કર્યો હોવાનો તેમજ તેનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાય તો તેને તાત્કાલિક 14 દિવસ માટે બધાથી અલગ કરી દેવો. આ ઉપરાંત કોવિડ 19 અંગેના રિપોર્ટ કરાવવા.
માહિતી જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી, મેડિકલ ઓફિસર કે મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક કરવાની રહેશે. કોઈ અફવા કે ખોટી માહિતી ફેલાવવા બાબતે જે તે વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકાર તરફથી કરવામાં આવેલી ચોક્કસ લેબોરેટરીઓ જ કોરોના વાયરસના ટેસ્ટ સેમ્પલ લઈ શકશે.આ કાયદો જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષ સુધી અમલમાં રહેશે.
જો અમુક ચોક્કસ વિસ્તાર જેમ કે ગામ, કોલોની, વસાહતમાં કોરોના વાયરસનો કેસ સામે આવે તો આ પગલાં લેવાના રહેશે.
- આ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવો.
- આ વિસ્તારના પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ કરી દેવા.
- આ વિસ્તારોમાં સ્કૂલો બંધ કરાવવી તેમજ મેળાવડા પર પ્રતિબંધ મૂકવો.
- આ વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવી.
- તમામ શકમંદોને આઇસોલેશનમાં ખસેડવા.
- આઈસોલેશન માટે સરકાર કે ખાનગી બિલ્ડિંગનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો : ભારત પાસે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે માત્ર આટલા જ દિવસનો સમય, જાણો કેટલી છે તૈયારી
