ગુજરાતમાં હાલ કોરોના વાયરસની અસરને કારણે મલ્ટિપ્લેક્સ, સ્કુલ કોલેજની સાથે તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે હવે બાળકોને ઘરે જ અભ્યાસ કરાવવા માટે શાળાઓ કોલેજો અને યુનિવર્સિટીઓએ ઓનલાઈન શિક્ષણનો રસ્તો શોધી રહી છે.
આ માટે રાજ્યની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ કલાસીસો ઓનલાઈન એજ્યુકેશનની મદદ લઈ રહી છે. જેમાં વિદ્યાર્થીઓને રજા દરમિયાન પણ તેમનો અભ્યાસ ઓનલાઈન પ્લેટફોર્મથી ચાલુ રહી શકે. આ માટે શાળાએ ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબની મદદ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગઈ કાલે બોર્ડની પરીક્ષા પુરી થઇ, આજે ઉત્તરવહી રસ્તા પરથી મળી આવી
શું છે સોફ્ટવેરની ખાસિયત ?
તો આ તરફ ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ થઈ શકે તે માટે Raksh infotech નામની કંપનીએ શાળા અને કોલેજને પણ માફક આવે તેવું અને વિદ્યાર્થીઓને ઘરબેઠાં જ શિક્ષણ મળી શકે તેમ ઓનલાઈન સોફ્ટવેર જ ડેવલોપ કરવામાં આવ્યું છે. જેમાં વીડિયોની મદદથી બાળકોને લેક્ચર આપી શકાય તેમ જ બાળકોની પ્રોબાલમનું પણ સોલ્યુશન ઓનલાઈન આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓનલાઈન સોફ્ટવેર અંગે વાત કરતાં Rakshના માર્કેટિંગ ઓફિસર જેમિન ચૌહણે જણાવ્યું કે, અમારા દ્વારા શાળા અને કોલેજના લેક્ચર ઓનલાઈન રાખીને બાળકોની હાજરીથી લઈ તેમની તમામ સમસ્યાઓનું સોલ્યુશન એક જ સોફ્ટવેરની અંદર આવી જાય તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેનાથી બાળકોનો રજા દરમિયાન અભ્યાસ પણ ન બગડે અને તેમની તૈયારીઓ પણ ચાલુ રહે.
આ પણ વાંચો : કોરોના વાયરસની સમગ્ર દુનિયામાં શું સ્થિતિ છે તે LIVE તમે જાતે જ જોઇ શક્શો બસ એક ક્લિક પર
શાળામાં વાર્ષિક પરીક્ષા નજીક હોવાથી અભ્યાસ ક્રમ જલ્દી પૂર્ણ કરવાનું પ્રેશર હોવાની સ્થિતિમાં આ રીતે ઓનલાઈ એજ્યુકેશનનું ચલણ રાજ્યની ઘણી શાળાઓમાં વધ્યું છે. તેમજ હાલની કોરોના વાયરસની સ્થિતિને જોતાં તે ઘણું વ્યાજબી પણ લાગી રહ્યું છે.
