ચીનના આરોગ્ય સલાહકાર અને વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, વુહાન શહેરમાં કોરોના વાયરસની ઉત્પત્તિ થઇ નથી. આ વૈજ્ઞાનિક રાષ્ટ્રીય કક્ષાની ટીમના લીડર પણ છે. જે કોરોના વાયરસના ચેપની તપાસ કરી રહ્યા છે. તેમને ચીનમાં ખૂબ જ આદરની નજરે જોવામાં આવે છે.

આ વૈજ્ઞાનિકનું નામ ડો. ઝોંગ નૈનશાન છે. ડો.નૈનશાનએ કહ્યું છે કે, આ વાત સાચી છે કે, કોરોના વાયરસ ચીનના હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનથી ફેલાયો છે. પરંતુ તે સાચું નથી કે, વુહાણમાં જ કોરોના વાયરસનો ઉદ્દભવ થયો હતો.
આ પણ વાંચો : કેમ, ઇટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુ થનાર લોકોની સંખ્યા ચીન કરતા વધારે છે?
એક પ્રેસ કોન્ફરન્સમાં 83 વર્ષીય ડો. નૈનશાનએ વિશ્વભરના મીડિયાને જણાવ્યું કે, વુહાન કોરોના વાયરસનું જન્મસ્થળ નથી. તેમણે કહ્યું કે વુહાન એક પ્રાંતની રાજધાની છે અને તેમાં 1.10 કરોડ લોકો રહે છે. વાયરસ અહીં બીજે ક્યાંયથી આવ્યો અને ઝડપથી ફેલાયો છે.

ડો. ઝોંગ નૈનશાને જણાવ્યું હતું કે, આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોની સમસ્યા એ છે કે, આપણે અગાઉથી ધારી લઈએ છીએ કે, આ શહેર, માણસો, પ્રાણીઓમાંથી કોઈ વાયરસનો જન્મ થયો હોવો જોઈએ. જ્યારે, પહેલા આપણે આ બાબતે તપાસ કરવી જોઈએ.
ડો.નૈનશાને કહ્યું કે, કોરોના વાયરસ વુહાનથી ફેલાયો છે, પરંતુ હજી સુધી તે જાણી શકાયું નથી કે આ વાયરસ વુહાનમાં પેદા થયો છે કે બીજી કોઈ જગ્યાએ. અથવા તે વુહાનમાં ક્યાંયથી આવ્યો.

થોડા દિવસો પહેલા, બેઇજિંગના ચીની સરકારના પ્રવક્તા ઝાઓ લિજિઆને આરોપ લગાવ્યો હતો કે, US આર્મીએ વુહાનમાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. ત્યારબાદ જ, સમગ્ર દેશમાં વાયરસ ઝડપથી ફેલાયો હતો. જાન્યુઆરીથી ઝડપથી ફેલાતો કોરોના વાયરસ 27 ફેબ્રુઆરીથી ચીનમાં નબળો પડવા લાગ્યો હતો. હવે સ્થાનિક સ્તરે નવા કેસ બહાર આવી રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં વુહાનમાં એક પણ સ્થાનિક કેસ નથી આવ્યો.
ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 80,928 લોકો અસરગ્રસ્ત થયા છે. જેમાં, 3245 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 34 લોકોને ચેપ લાગ્યો છે, પરંતુ આ લોકો બહારથી ચીનમાં આવ્યા છે.
