સંપૂર્ણ વિશ્વમાં કોરોના વાયરસથી પ્રભાવિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ તેના કેસની સંખ્યા વધવા લાગી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 100 થી વધુ દર્દી છે અને બે લોકોની મૃત્યુ થઇ છે.

શું છે લક્ષણો અને કોરોના વચ્ચેનું અંતર ?
કોરોના વાયરસના લક્ષણ સામાન્ય રીતે શરદી-ખાંસી જેવા હોય છે, જેવા કે, ગળામાં દુખાવો, સુખી-ખાંસી અને તાવ આવવો. શરદી મળતા લક્ષણ હોવાના કારણે લોકો કોરોના વાયરસ અને સામાન્ય શરદી વચ્ચેનો તફાવત સમજી સકતા નથી.
આ પણ વાંચો : ભારત પાસે કોરોના વાયરસને કંટ્રોલ કરવા માટે માત્ર આટલા જ દિવસનો સમય, જાણો કેટલી છે તૈયારી

WHO ના અહેવાલ પ્રમાણે, તાવ, સૂકી ખાંસી, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખવું, માથું દુખવું, ઠંડી લાગવી, ઉલ્ટી થવી, નાક બંધ થઇ જવું, ખાંસીમાં લોહી નીકળવું આ પણ કોરોના વાયરસના લક્ષણ છે.

દિલ્હીની એક હોસ્પિટલના ડોક્ટરે કહ્યું છે કે, થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં જકડન સાથે ખાંસી આવતી હોય તો તે કોરોના વાયરસના લક્ષણો છે. સામાન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસ અને શરદીમાં પણ આ પ્રકારના લક્ષણો હોય છે અને આ સમાન લક્ષણો H1N1 વાયરસ (સ્વાઇન ફ્લૂ) ના પણ છે.

ગળામાં દુખાવો એ કોરોના વાયરસનું લક્ષણ હોઈ શકે છે. કોરોના વાયરસના લક્ષણો 2 થી 10 દિવસની વચ્ચે દેખાવાનું શરૂ થાય છે. વાયરસના લક્ષણ થોડા દિવસ પછી દેખાતા હોવાના કારણે લોકો બહારથી બીમાર લાગતા નથી, જેથી તેનો ચેપ લોકોમાં સરળતાથી ફેલાય છે.

WHO એ કોરોના વાયરસને ગંભીર બીમારી જાહેર કરી છે. કોરોના વાયરસ વિશે લોકોને ચેતવણી આપવા માટે WHO દ્વારા ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : એપિડેમિક અને પૈનડેમિકમાં શું છે અંતર, અને ક્યારે તેને જાહેર કરાય છે?
ભારતમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસનો ચેપને ધ્યાનમાં લઈને, ઘણા રાજ્યોની શાળાઓને 31 માર્ચ અને થિયેટરોને આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.
