કોરોનાવાઈરસનો કહેર ચીન સાથે સાથે પુરી દુનિયામાં છે. જેને લઇ કારોબાર પર પણ ઘણી અસર પડી રહી છે. ત્યારે હવે કોરોના વાયરસની અસર ભારતમાં દવા પર પડી રહી છે. કોરોનાવાઈરસના સંક્રમણના કારણે ચીનમાં ફેકટરીઓ બંધ છે. આ કારણે વિશ્વમાં સપ્લાઈને અસર થઈ છે. ભારત જેવા ઘણાં દેશો રો-મટિરિયલ અને ઈન્ગ્રીડિએન્ટ્સ માટે ચીન પર વધુ નિર્ભર છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ચીનમાંથી આવતા સપ્લાઈ પર અસર થવાના પગલે ભારતમાં પેરાસીટામોલ દવાની કિંમત 40 ટકા વધી ગઈ છે.

ઝાયસ કેડિલાના ચેરમેન પંકજ પટેલના જણાવ્યા મુજબ કે બેકટેરિયા ઈન્ફેક્શનની સારવારમાં વપરાતી એન્ટીબાયોટિક એઝીથ્રોમાઈસીનની કિંમત 70 ટકા વધી છે. જો અગામી મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં સપ્લાઈ શરૂ ન થયો તો સમગ્ર ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ઈન્ગ્રીડીઅન્ટ્સની કમી થઈ શકે છે.

એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સ(API) માટે ભારત ચીન પર નિર્ભર છે. ત્રણ વર્ષમાં ચીન પરની નિર્ભરતા 23 ટકા વધી છે. કોઈ પણ દવાને બનાવવા માટે API સૌથી મહત્વની વસ્તુ છે. ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ કમર્શિયલ ઈન્ટેલિજન્સ એન્ડ સ્ટેટસ્ટિક્સના જણાવ્યા મુજબ 2016-17માં ભારતે API સેગમેન્ટમાં 19,653.25 કરોડની આયતમાં ચીનનો હિસ્સો 66.29 ટકા રહ્યો. ત્યારે 2018-19માં API અને બલ્ક ડ્રગ આયાત 25,552 કરોડ રૂપિયા થઈ ગઈ.
