અમેરિકામાં કોરોના વાયરસના કારણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે દિવસ અગાઉ જ દેશમાં વાયરસના પગલે કટોકટી જાહેર કરી છે. ત્યારે હવે 60 દિવસ માટે લોકોને ફ્રી વાઇફાઈ આપવામાં આવશે. આ નિર્ણય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની કૉમકાસ્ટે કર્યો છે. કંપની આખા દેશમાં wifi hotspot દ્વારા આ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ ખતરનાક વાયરસના કારણે ઘરમાં પુરાયેલા લોકો સગા સંબંધીઓ સાથે સારી રીતે કનેક્ટ રહી શકે તેમજ મદદ મળી શકે માટે નિર્ણય કરાયો છે.

હાલના સમયમાં ડેટા પ્લાનની કોઈ મર્યાદા નથી. કોમકાસ્ટે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે, અમે ઘરેથી કામ કરતા અને અભ્યાસ કરતા અમારા ગ્રાહકોને મફત તારીખ આપવા માંગીએ છીએ, જેથી તેઓ કોઈ પણ મુશ્કેલી વિના ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકે.

ઇન્ટરનેટ વપરાશમાં, અમારા મોટાભાગના ગ્રાહકો એક મહિનામાં 1TB ડેટા નથી વાપરી સકતા માટે અમે 60 દિવસ સુધી ચાર્જ વિના અમર્યાદિત ડેટા પ્રદાન કરી રહ્યાં છીએ. કૉમકોસ્ટ કંપની દ્વારા વૉશિંગ્ટનમાં જ કંપનીના ગ્રાહકો નથી તેવા લોકો માટે 65,000 પબ્લિક હૉટસ્પોટ મૂકાવ્યા છે.
આ પણ વાંચો : કોરોનાથી નવા શૈક્ષણિક સત્ર પર થશે સૌથી મોટી અસર, શું પડશે મુશ્કેલીઓ?
