કોરોના વાયરસના સામે લડવા ભારત સરકાર એક્શનમાં છે. વાયરસના સંક્રમને રોકવા સરકાર બધા જ યોગ્ય પગલાં લઇ રહી છે. જેના અનુસંધાને ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ દરેક હોટેલને સ્વછતાના જરૂરી બધા જ પગલાં લેવા આદેશ આપ્યો છે હોટેલની દિવાલો, ટેબલ અને ટેબલ સાફ કરવાના ડસ્ટર સહિતના તમામ સાધનો અને વિસ્તારોને તત્કાળ જંતુ મુક્ત કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીની દ્વારા હોટેલોને આપવામાં આવેલ આદેશ

આ પણ વાંચો : 96 કલાક તમારા ફોન પર જીવી શકે છે કોરોના વાયરસ, આવી રીતે બચાવો
દિવાલો, જમવા માટેના ટેબલ, બેઠકની જગ્યાઓ જંતુ મુક્ત કરવી
સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતા કપડાંના ટુકડાઓ, નેપકીન, મેનુકાર્ડ એપ્રોન સહીત મીઠું અને મરીની ડબ્બીઓને પણ જંતુમુક્ત કરવી
હોટેલોએ વધેલી ખાદ્ય સામગ્રીનો ઝડપથી અને વ્યવસ્થિત નિકાલ કરી દેવાનો રહેશે.
હોટેલમાં કાર્પોટ પાથરવામાં આવેલ કાર્પેટ વેક્યુમ ક્લિનરથી સાફ કરી, નિયમિત સમયાંતર કાંટા અને ચમચીની જેમ સાફ કરીને જંતુંમુક્ત કરવી આવ્યું છે.
દરેક ગ્રાહકો માટે ઉત્તમ કક્ષાનું સેનિટાઈઝરનો ઉપયોગ કરવો
આ પણ વાંચો : Corona virus : શાળા-કોલેજો-ઓફિસો બંધ, ઘરમાં આ વાતોનું રાખો ખાસ ધ્યાન
રેસ્ટોરન્ટ માં આવેલ કોઈ વ્યક્તિને સખત શરદી અને ખાંસી થઈ હોય તેને હોટેલ છોડી ચાલ્યા જવાની અથવા તેમના ઘરે જ પાર્સલ લઈ જઈ જમવાની સૂચના પણ હોટેલ માલિકોએ આપવાની રહેશે.
ત્યાંના કોઈ કર્મચારીને તકલીફ હોય તો તેને સમજાવીને રજા આપી દઈને નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં તેની જાણ કરવી
વિદેશથી આવેલી વ્યક્તિઓ સાથે પણ કોરોના વાયરસને સંદર્ભમં ચર્ચા કરી, કેસ શંકાસ્પદ જણાય તો નજીકના સરકારી દવાખાનામાં મોકલી દેવા.
આ પણ વાંચો : કોરોના વાયરસ, દેશની અર્થવ્યવસ્થા પર મોટું સંકટ : RBI ગવર્નર
