દેશમાં લોકડાઉન-4 કેટલીક છૂટછાટ સાથે શરુ થયો છે. ત્યારે કોરોના વાયરસથી બચવા કેટલીક જગ્યાએ સેનિટાઇઝર ટનલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો વારંવાર ઉપયોગ કરવાથી તમારી ચામડીને કેટલી હાનિ પહોંચે છે. તજજ્ઞાોનું માનવું છે.કે સેનિટાઇઝર ટનલનો વારંવાર ઉપયોગ કરવો તે ચામડી માટે હાનિકારક પુરવાર થઇ શકે છે
સેનિટાઇઝર ટનલનો ઉપયોગથી ચામડી માટે હાનિકારક

સેનિટાઇઝર ટનલમાં સામાન્ય રીતે પાણી સાથે ૫ ટકા સોડિયમ હાયપક્લોરાઇટનું મિશ્રણ કરવામાં આવે છે. તબીબોનું માનવું છે કે સેનિટાઇઝર ટનલમાંથી પસાર થવાથી ચામડીની સમસ્યામાં વધારા સાથે આવનારા દર્દીની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં ઉપયોગમાં લેવાતા ડિસ્ટઇન્ફેક્ટ સોલ્યુશન કે જેને બ્લીચિંગ એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે રોડ માટે યોગ્ય છે પણ તે ચામડીના સંપર્કમાં આવે તો તેનાથી આંખ-મોઢાને પણ હાનિ પહોંચી શકે છે.
ઉનાળામાં સેનિટાઇઝર ટનલ વધુ સમસ્યા સર્જી શકે

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ઉનાળામાં સેનિટાઇઝર ટનલ વધુ સમસ્યા સર્જી શકે છે. પરસેવો થયો હોય તે વ્યક્તિનું પીએચ લેવલ અલગ હોય છે અને તે સેનિટાઇઝર ટનલથી પસાર થાય ત્યારે તેને ઇન્ફેક્શન થઇ શકે છે. જેને લઇ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સેનિટાઇઝર ટનલનો ઉપયોગ નહીં કરવાનું જાહેર કર્યું હતું. આરોગ્ય વિભાગના મતે સેનિટાઇઝર ટનલની અસરકારક્તા અંગે હજુ કોઇ સ્પષ્ટતા નથી. પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી પુરવાર થઇ શકે છે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી પાંચ દિવસે ફરી વળશે હીટવેવનું મોજું, હવામાન વિભાગની આગાહી
