કોરોના વાયરસને લઇ સમગ્ર દુનિયામાં ખોફ છે અને ભારત સહીત મોટા ભાગેના દેશોમાં લોકડાઉનની સ્થતિ છે. ત્યારે લોકો કોઈ ઇમર્જન્સી વગર બહાર નથી નીકળી શકતા ત્યારે લોકો ઓનલાઇન સમાન મંગાવી રહ્યા છે. ત્યારે આ ઓનલાઇન સેવા આવી પરિસ્થિતિમાં કેટલી સુરક્ષિત છે.
શું ઓનલાઇન કુરિયર દ્વારા ફેલાય છે કોરોના વાયરસ ?

એક્સપર્ટના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ એક માંથી બીજામાં ફેલાય છે. ત્યારે એ ઉલ્લેખનીય છે કે કુરીયલ લાવનાર ડિલિવરી બોય ઘણા વિસ્તારમાં ફરીને આવ્યો હોય ત્યારે એવું બની શકે છે કે કોરોનાના શંકાસ્પદ જેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય. ત્યારે આ ચેપ ફેલાવની શક્યતામાં ઘણો વધારો થઇ જાય છે.
કંપનીઓની ખાસ વ્યવસ્થા

ત્યારે આવી પરિસ્થિતિમાં અમેરિકા જેવા દેશોમાં ફૂડ ડિલીવરી કરતી કંપનીઓએ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક કંપનીઓએ નો-કોન્ટેક્સ કે પછી કોન્ટેક્ટલેસ ડિલીવરીની સુવિધા આપી રહીં છે. ત્યારે ભારતમાં કેટલીક ફુડ ડિલીવરી કંપનીઓ પોતોના ગ્રાહકોને જાગૃત કરી રહી છે. અને પોતાના ડિલીવરી બોયને ટ્રેન કરી રહી છે સાથે જ સાફ-સફાઇ પર ખાસ ધ્યાન આપી રહીં છે.
શું સાવચેતી રાખશો ?

ફૂડ ડિલીવરી કંપનીઓ પાર્ટનર રેસ્ટોરેન્ટના કીચનની સાફસફાઇ પર ચાંપતી નજર રાખી રહીં છે, તેમજ એપ પણ હાઇજિનના હિસાબથી રેસ્ટોરેન્ટનું લીસ્ટીંગ કરી રહીં છે જેથી ગ્રાહકને બેસ્ટ રેસ્ટોરેન્ટમાંથી ફૂડ ઓર્ડ કરી શકે. આ કંપનીઓએ કોન્ટેક્ટલેસ ડિલીવરીના કેટલાક નિર્દેશ પણ જારી કર્યાં છે. જેમાં ફુડ ડિલીવરી બોય તમારી ડીમાન્ડ પર ઓર્ડર હાથોહાથ આપાવને બદલે તમારા દરવાજા પર મુકીને જતો રહેશે. આ સુવિધા ફક્ત ઓનલાઇન પેમેન્ટ મોડ ઓર્ડર્સ માટે રહેશે.
આ પણ વાંચો : Corona : ઘરમાં બેસી કંટાળી રહ્યા છો તો સ્મૃતિ ઈરાનીએ આપ્યો આ ઉપાય
