સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે હજારો લોકોનું મૃત્યુ થઇ રહ્યું છે તમામ દેશો પોતાના નાગરિકોને બચાવવા પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં રાજ્યમાં કોરોના વાયરસ સામે લાડવા માટે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં 3 દિવસમાં 3500 જેટલા લોકો અને સંસ્થાઓએ લખો રૂપિયાનું દાન આપ્યું છે. આપેલા દાનની માહિતી રાજ્યના સચિવ અને મુખ્ય મંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.
આ પણ વાંચો : શહેરોમાં 10 દિવસ ચાલે એટલો જ સર્જિકલ સાધનોનો સ્ટોક, પછી શું થશે ?

જેમાં, પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાએ વ્યક્તિગત 1 લાખ રૂપિયા દાન આપ્યા હતા અને તેમને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે 1 કરોડ રૂપિયાની રકમ દાનમાં આપી હતી. અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઘણી સંસ્થાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે જેમાં, સ્વામિનારાયણ સંસ્થાન તરફથી 25 લાખ, ખોડલધામ અને સરદારધામ તરફથી 21-21 લાખની સહાય આપવામાં આવી છે.

કોરોના ફંડના દાનમાં ટેક્સ લાગશે નહિ.
અશ્વિની કુમારે રાજ્યના દાતાઓને જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસ સામે લાડાવા માટે જે લોકો દાન આપવા માંગે છે તેઓ રાહતનિધિ ફંડમાં રકમ જમા કરાવી શકે છે. આ દાન ઈન્ક્મટેક્સની સેકસન 80G ના અંતર્ગત ટેક્સ ફ્રી રહેશે.
