ગુજરાતમાં કોરોના વાયરસે પોતાની પકડ બરાબર જમાવી લીધી છે. જિલ્લામાં પાંચમી મે સુધી કોરોના વાયરસના 4,424 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કુલ 273 લોકોનાં કોરોનાને કારણે મોત થયા છે. જયારે, 704 લોકો કોરોનાની સાજા થયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધી રહેલા કેસના કારણે કોને શહેરને સજ્જડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના અનુસાર દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.

ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય
અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનરે મુકેશ કુમારે આગામી 9 દિવસ સુધી અમદાવાદની દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ફ્રૂટ્સ, શાકભાજી, કરિયાણાની દુકાનો પણ 9 દિવસ સુધી બંધ રહેશે. આ નિયમ આજ રાતથી 15મી મે સુધી અમલી રહેશે. જો કોઈ વ્યક્તિ આદેશનો ભંગ કરશે તો તેની સામે કલમ આઈપીસીની વિવિધ કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો. બેઠકમાં ઇન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર અને સરકાર તરફથી નિમવામાં આવેલા અધિકારી રાજીવ ગુપ્તા હાજર રહ્યા હતા. આ સાથે જ અમદવાદમાં 48 વોર્ડમાં કોવિડ કન્ટેન્મેન્ટ માટે રણનીતિ ઘડવામાં આવી છે. આ સાથે જ એક હજાર બેડની ક્ષમતા ધરાવતી 9 ખાનગી હૉસ્પિટલોને કોવિડ હૉસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના આ 4 શહેર WHO સાથે મળીને કોરોનાનો ઉપચાર શોધવાની કરશે કામગીરી
- કરિયાણા, શાકભાજી, ફ્રૂટ સહિત તમામ દુકાનો બંધ રહેશે. 15મી મે સુધી નિયમ લાગૂ રહેશે.
- આગામી 9 દિવસ સુધી દૂધ અને મેડિકલની દુકાનો ખુલ્લી રહેશે.
- રેડ ઝોનની બેંકો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે.
- શહેરમાં ખાનગી ડૉક્ટરોએ પોતાના દવાખાના ખુલ્લા રાખવા પડશે, જો આવું નહીં થાય તો લાઇસન્સ રદ થશે.
- આ સાથે આખા શહેરમાં ઓનલાઇન ડિલિવરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
- રેડ ઝોન વિસ્તારમાં અમદાવાદમાં BSF ની ચાર ટૂકડી તહેનાત રહેશે.
- થ્રી સ્ટાર સુધીની સુવિધા ધરાવતી ખાનગી હોટલોમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે.
- દરેક હોટલમાં 50 એસીરૂમ અને 500 બેડની કેપેસિટીની જરૂરીયાત.
- શહેરના દરેક ઝોનમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે.
- જે તબીબો હૉસ્પિટલ ચાલુ નહીં કરે તેમણે કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત સેવા આપવી પડશે.
- દર્દીઓની સારવાર અને કાઉન્સેલિંગ માટે હેલ્થ વર્કર દ્વારા તેમના ઘરની રોજ મુલાકાત લેવામાં આવશે.
- 13 તારીખ સુધીમાં તમામ સુપર સ્પ્રેડર્સના ટેસ્ટ પૂર્ણ કરી હેલ્થ કાર્ડ અપાશે.
- શહેરમાં સુપરસ્પ્રેડરના કારણે સાત દિવસોમાં માત્ર દૂધ અને દવાની જ હોમ ડિલિવરી થશે.
- તમામ ઝોનમાં વર્તમાન સમયમાં 2 હજાર જેટલા સુપરસ્પ્રેડર હોવાને કારણે દરેક વોર્ડ 500 સુપરસ્પ્રેડરનો ટેસ્ટ કરાશે.
- શહેરના ઝૂંપડપટ્ટી અને ગરીબ વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી કીટનું વિતરણ કરાશે.
- કોવિડ કેર કિટમાં 4 સાબુ, 4 વોસેબલ માસ્ક, આયુર્વેદિક અથવા હોમિયોપેથિક દવાનું વિતરણ કરાશે.
