વિશ્વમાં કોરોના વાયરસ વધતો જતો હોવા કારણે દરેક દેશ કોરોનાની દવા શોધવા લાગી ગયા છે. અમેરિકન સંશોધનકારો દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યાં બીસીજી (બેસિલસ કેલેમેટ-ગ્યુરિન) ની રસી મોટા પ્રમાણમાં ઉપયોગકરવામાં આવે છે તેવા દેશોમાં મૃત્યુદર અન્ય દેશો કરતા છ ગણો ઓછો છે. જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નિષ્ણાંતોએ આ અભ્યાસ કર્યો છે.

બીસીજી રસી ટીબી (ક્ષય રોગ) સામે રક્ષા આપે છે. એક અહેવાલ અનુસાર, જે લોકોને બીસીજીની રસી અપાય છે તેઓની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત હોય છે અને તેઓ અન્ય લોકો કરતા વધારે પોતાને સુરક્ષિત રાખવામાં સક્ષમ હોય છે. બીસીજીનો ઉપયોગ ભારત અને આફ્રિકન દેશોમાં વધુ માત્રામાં કરવામાં આવે છે. બીસીજી રસીના કારણે કોરોનાથી થનારા મૃત્યુદર ઘટાડો થશે પરંતુ, તેના દ્વારા કોરોનાથી ચેપ લાગવાનું જોખમઓછું થતું નથી.
આ પણ વાંચો : નવજાત બાળકોને કોરોનાથી બચાવવા આ દેશે બનાવ્યું માસ્ક, ફોટા થયા વાયરલ…

સંશોધનકારોનું કહેવું છે કે, બીસીજી રસી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે અને શરીર પર હુમલો કરે તે પહેલાં તે કોરોના વાયરસને ઓળખશે અને તેનો નાશ કરશે. બીસીજી રસીથી થતા ઓછા મૃત્યુદર વચ્ચેના સંબંધને કોઈ પણ દેશની આર્થિક સ્થિતિ, વૃદ્ધ વસ્તીના પ્રમાણ પર છે.

કોરોનથી થતા મૃત્યુમાં ઓછી આવક ધરાવતા દેશોમાં, 1 મિલિયન લોકોમાં મૃત્યુ દર 0.4 ટકા, મધ્યમ આવકવાળા દેશોમાં 0.65 ટકા અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 5.5 ટકા હોવાનું જોવા મળ્યું છે. એટલે કે, સમૃદ્ધ દેશોમાં કોરોના ચેપથી મૃત્યુ દર વધારે છે કારણ કે ત્યાં મોટી ઉંમરની વસ્તી વધારે છે. જ્યારે ગરીબ દેશોમાં મોટાભાગની વસ્તી યુવાન છે. વિશ્વના ઘણા દેશોમાં તપાસ ચાલી રહી છે કે, કોરોના વાયરસ સામે લડવામાં બીસીજી રસી કેટલી સક્ષમ છે. ગત મહિને, ઓસ્ટ્રેલિયામાં 4000 હેલ્થ વર્કર્સ પર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
