ચીનના સૌથી મોટા કોરોના વાયરસ નિષ્ણાતે દાવો કર્યો છે કે, આવતા ચાર અઠવાડિયામાં સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસના નવા કેસો ઘટશે. આની આગાહી ડો. ઝોંગ નૈનશૈન દ્વારા કરવામાં આવી છે. ડો. ઝોંગ નૈનશૈન, ચીની સરકાર દ્વારા કોરોના વાયરસ માટે તૈનાત મુખ્ય ટીમના વડા પણ છે.

ડો. ઝોંગ નૈનશૈને કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસનો બીજો હુમલો નહીં થાય કારણ કે અમે મોનિટરિંગ સિસ્ટમ ખૂબ મજબૂત બનાવી છે. ડો. ઝોંગ નૈનશૈને શેનઝેન ટેલિવિઝન સ્ટેશન પર ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂ ડેલી મેઇલ વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતું વેન્ટિલેટર શું છે અને કેવી રીતે કાર્ય કરે છે ?
ડો. ઝોંગ નૈનશૈન કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવાની માત્ર બે રીત છે. પ્રથમ એ છે કે આપણે ચેપના દરને નીચા સ્તરે લઈ જઈએ. પછી તેને વધતા રોકીએ. જેના દ્વારા રસી બનાવવા માટે સમય મળશે અને આ રોગને દૂર કરી શકીએ. મોટા ભાગના દેશોએ કોરોના વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે માટે, મને ઉમ્મીદ છે કે, હવે આગામી અઠવાડિયામાં કોરોના વાયરસના તમામ નવા કેશો બંધથઇ જશે.

ડો. ઝોંગે જણાવ્યું હતું કે, ચીનમાં એવા દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કર્યા છે જેમને કોરોના ચેપ છે પરંતુ લક્ષણો દેખાતા નથી. આને એસિમ્પટોમેટિક કેસ કહેવામાં આવે છે. ચીનમાં એસિમ્પટોમેટિક કેસોથી ચેપ લાગવાનું જોખમ વધારે નથી. કારણ કે હજી સુધી અમને આનો કોઈ પુરાવો મળ્યો નથી. ડો. ઝોંગે જણાવ્યું હતું કે, આ રોગમાંથી જે દર્દીઓ સ્વસ્થ થયા છે. તેઓ પણ ફરીથી બીમાર થશે, તેની સંભાવના ઘણી ઓછી છે.
ઝોંગે કહ્યું કે, જો આવો કેસ આવે તો પણ તેમનાથી ચેપ વધવાનું જોખમ અત્યંત ઓછું રહે છે. કારણ કે, તેમના શરીરમાં પહેલાથી એન્ટિબોડીઝ છે, જે વાયરસ સામે લડી રહ્યા હોય છે.
