સમગ્ર ગુજરાતમાં દિવસે દિવસે થતા કોરોનાના કેસમાં વધારાના કારણે સમગ્ર તંત્ર એકટીવ બનીને કામ કરી રહ્યું છે. પરંતુ, ઘણા એવા પણ ધારાસભ્ય અને મંત્રી છે જેઓ પોતાના વિસ્તારનું કામ ભૂલીને ફોટો સેશન આયોજિત કરી રહ્યા છે. ચૂંટાયેલા સભ્યોનું કામ એ છે કે ગાંધીનગરથી ફાળવવામાં આવતી વ્યવસ્થાને તાત્કાલિક લોકો સુધી પહોચાડવી.તેના સ્થાને ઘણા મંત્રીઓ કોરોનાના ડરથી ઘરમાં રહે છે અને ઘણા માત્ર કહેવા પૂરતા ગ્રાઉન્ડ પર કામ કરે છે. આવા મંત્રીઓ સામે CM વિજય રુપાણીએ લાલ આંખ કરીને ફોન પર સૂચના આપી હતી કે, હવે મંત્રીઓએ ફરજીયાત અઠવાડિયા માં ત્રણ દિવસ પોતાના મત વિસ્તાર અને પ્રભાર આપ્યો હોય તે જીલ્લામાં અને ત્રણ દિવસ ગાંધીનગર સચિવાલયમાં હાજર રહેવું પડશે.

સચિવાલયના એક અધિકારી અનુસાર, સરકાર હવે લોકડાઉન વધે તેવું નથી ઈચ્છતી, જ્યાં ગંભીર પરીસ્થિતિ છે ત્યાં પણ લોકડાઉનમાં થોડા અંશે છૂટછાટ આપવામાં આવશે અને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવા પર ભાર મુકવામાં આવશે. ગુજરાતના મોટાભાગના સ્વનિર્ભર ધંધા રોજગાર 17 મે બાદ ખુલ્લા મુકવાની વાતચીત ચાલી રહી છે.
આ વાંચો વાંચો : લોકડાઉન-4માં ઉદ્યોગો શરુ કરવાને લઇ સીએમની ઉદ્યોગકારો સાથે મિટિંગ, પૂછ્યા મત
સરકારનું માનવું છે કે, જો ધંધા રોજગારની શરૂઆત થશે તો પરપ્રાંતીય લોકો પણ પલાયન બંધ કરશે. અને રાજ્યના ધન્ધાદારીઓનો આત્મવિશ્વાસ પણ વધશે. તે ઉપરાંત નાયબ મુખ્યમંત્રી પણ લોકડાઉન વધે નહી તેવું ઈચ્છતા હોય તેવું નીવેદન કરી ચુક્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે આપણે કોરોના સાથે જીવતા શીખી જવું પડશે. કોરોનાથી ડરીને કામ ધંધા બંધ રાખવાથી કશો ફાયદો નથી.
