કોરોના વાયરસનો કહેર વધતો વધવાના કારણે લોકડાઉનને લંબાવામાં આવ્યું છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચૂકવાયાની ફરિયાદ સાંભળવા મળી રહી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો આપવાની શરૂઆત કરી છે. સુરતમાં પગાર ન ચુકવનારી કંપનીઓની યાદી તૈયાર થઈ રહી છે. લેબર વિભાગે આવી 120 કંપનીઓ અને સંસ્થાઓની યાદી બનાવી છે. કર્મચારીઓને પગાર ન આપનારી 3 કંપનીને શૉ-કોઝ નોટિસ અને 65 કંપનીઓનો નોટિસ ફટાકરવાાં આવી છે. જેમાં, કાપડ ઉદ્યોગ, ડાયમંડ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કાર્ય છતાં પણ કંપનીઓએ માર્ચ અને એપ્રિલનો પગાર ચુકવ્યો નથી. જે કંપનીઓએ સંદતર 23 માર્ચથી અત્યાર સુધી લોકડાઉનનો પગાર ચુકવ્યો નથી. તેવી શહેરની 3 ડાયમંડ કંપનીઓ આકાર ડાયમંડ, જી. એન. બ્રધર્સ અને નાઇન જેમ્સને શો-કોઝ નોટીસ ડેપ્યુટી લેબર કમિશનર જી.એલ.પટેલે શો-કોઝ નોટીસ ફટકારી છે. નોટિસ પૂછવામાં આવ્યું છે કે, તમારી સામે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી અને લોકડાઉનનો પગાર ચુકવવા શું વ્યવસ્થા કરી છે. આ નોટિસનો જવાબ 7 દિવસના કાર્યકાળમાં આપવાનો રહેશે.
આ પણ વાંચો : સરકારે બહાર પાડી નવી ડિસ્ચાર્જ પોલિસી, આ રીતે આપી દેવામાં આવશે કોરોનાના દર્દીઓને હોપિટલમાંથી રજા

સુરત માંથી હાલમાં પરપ્રાંતીઓ પોતાના વતન તરફ સ્થાળાંતર કરી રહ્યા છે જેના પરિણામરૂપ દરેક ઉદ્યોગ ધંધા બંધ છે. અને આગામી સમયમાં ક્યારે શરૂ થશે તેની પણ કોઈ સચોટ જાણકારી નથી. આ પરિસ્થિતિમાં લોકોને સમયસર પૈસા મળે તે માટે હવે કંપનીઓ પર દબાણ લાવવા માટે સરકારે કાર્યવાહી કરી છે.
