કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકારને પુછ્યું કે, 17 મે બાદ શું થશે અને લોકડાઉન ક્યાં સુધી ચાલશે? તે ઉપરાંત પૂછ્યું હતું કે, ભારત સરકાર આ નક્કી કરવા માટે કયો માપદંડ અપનાવી રહી છે ?. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતા હાજર રહ્યા હતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોવિડ સાથેની લડાઈમાં વૃદ્ધ, ડાયાબિટિસ અને હાર્ટના દર્દીઓને બચાવવા મહત્વના છે. સાથે જ પૂર્વ નાણામંત્રી પિ. ચિંદમ્બરમે કહ્યું કે, રાજ્યો સામે નાણાકીય સંકટ આવી રહ્યું છે, કેન્દ્ર સરકાર તરફથી કોઈ આર્થિક સહાય આપવામાં આવી નથી.
આ પણ વાંચો : ક્યાં છે કોરોના વૉરિયર્સની સલામતી ?, રોડ પર રોકતા સુરતની યુવતીનો મહિલા PSI પર હુમલો
કેન્દ્ર પાસે આર્થિક પેકેજની માંગણી
બેઠકમાં રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસે રાહત પેકેજની માંગ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, ‘જ્યાં સુધી મોટું પ્રોત્સાહન પેકેજ નહીં આપવામાં આવે, ત્યાં સુધી રાજ્ય અને દેશ કેવી રીતે ચાલશે? અમે 10 હજાર કરોડની મહેસૂલનું નુકસાન થયું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે સરકારનો આગામી શું પ્લાન છે. રાજ્યોના મુખ્યમંત્રીઓને લોકડાઉનના ત્રીજા તબક્કા બાદની રણનીતિનો ખ્યાલ હોવો જોઈએ.
