ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં 2-5 મેની વચ્ચે જ કોરોના વાયરસના 12,235 કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ ચાર દિવસમાં 452 લોકોનું મૃત્યુ થયું છે. આંકડા અનુસાર 2-5 મેની વચ્ચે સરેરાશ રોજના 3059 કેસ નોંધાયા છે અને 113 લોકોનાં મોત થયા છે. દેશમાં લગભગ 53,.000 થી વધુ લોકો સંક્રમિત થયા છે અને લગભગ 1,783 લોકોની મોત થઈ ગઈ છે.

4-5 મેની વચ્ચે દેશમાં કોવિડ-19ના નવા 3,875 કેસ નોંધાયા છે. આ દરમિયાન ભારતમાં 194 લોકોનાં મોત પણ થયા છે. આ એક દિવસમાં સૌથી વધુ મોતનો આંકડો છે. 26-30 એપ્રિલની વચ્ચે કોરોના વાયરસના કેસ 24.08% ટકાની ઝડપે વધ્યા જ્યારે 1-5મેની વચ્ચે આ ગતિ 34.07 ટકા હતી. જે એક ચિંતાજનક વાત છે. કારણ કે આ તારીખો દરમિયામ મૃતાંક પણ 28-30 ટકા સુધી પહોંચી ગયો. કોરોના વાયરસના કારણે થયેલી કુલ મોતની સંખ્યા 27% આ દિવસો દરમિયાન થઈ. ગત બે અઠવાડિયામાં આ કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો હતો. લૉકડાઉન-2 સમાપ્ત થવાના બે દિવસ પહેલાં 1 મેના રોજ દેશમાં કોરોના વાયરસનાં કેસમાં 9 ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ લૉકડાઉન 3 શરૂ થતા પણ કેસ 9%ની ગતિએ જ વધ્યા છે.
આ પણ વાંચો : ચામાચીડિયાં માંથી જ કેમ ફેલાય છે કોરોના, સાર્સ, જેવા ગંભીર બીમારી ફેલાવતા વાયરસ ?

હોંગકોંગની યુનિવર્સિટીના નિષ્ણાંત અનુસાર, કોવિડ -19 એશિયન દેશોમાં ઝડપથી ફેલાય છે. આનાં બે કારણો છે. પ્રથમ, લોકડાઉન સમાપ્ત થયા પછી લોકો બહાર આવશે અને તે પછી તેઓ એક બીજાના સંપર્કમાં આવશે. બીજું, આંતરરાષ્ટ્રીય અને ઘરેલું મુસાફરો પણ તેમની સાથે વાયરસ ફેલાવી શકે છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છૂટછાટો છૂટછાટ આપવામાં આવી રહી છે, જેના સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિક્સના અધ્યક્ષ અનુસાર, મેના અંતમાં ભારતમાં કોરોના ટોચ પર આવી શકે છે. પરંતુ, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના નિવૃત્ત પ્રોફેસરનું માનવું છે કે, લોકડાઉનને કારણે કોરોનાનો પીક જૂન-જુલાઈ સુધી મોકૂફ રહી શકે છે.
