દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જયારે, સરકાર લોકડાઉનમા લોકોને છૂટ આપવામાં વધુ ઉતાવળ કરી રહી છે. વિશ્વના દેશોમાં સરકારે કોરોનાને કાબુમાં લેવામાં ઘણી મુશ્કેલીનો સમાન કરવો પડી રહ્યો છે. જયારે, ભારતમાં ઘણા રાજ્યોમાં લોકડાઉનમાં નોકરીને છૂટ આપવામાં આવી રહી છે. જેને લઈને સવાલ થાય છે કે, લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટ કોઈ મોટી સમસ્યાનું કારણ ન બને ?

આ પણ વાંચો :રાજ્યમાં એક્સપોર્ટ ઓર્ડર ધરાવતી કંપનીઓ 25 એપ્રિલથી મંજૂરી, આ કામોને પણ જલ્દી અપાશે છૂટ
આજે ગુજરાત દેશમાં કોરોનાના કેસના મામલે બીજા નંબરે આવી ગયું છે. ગુજરાતમાં પણ સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ પરિસ્થિતિમાં લોકડાઉનનું પાલન જ એકમાત્ર ઉપાય છે. જો આમ ન કરવામાં આવે તો કોરોનાના કેસ મોટા પ્રમાણમાં વધવા લાગશે. અમદાવાદના કોટ વિસ્તારોમાં વધુ કેસ હોવાના કારણે ત્યાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ, પરિસ્થિતિ કાબુમાં આવતા કર્ફ્યુ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તે ઉપરાંત, ક્લસ્ટર વિસ્તારોમાં પણ ઘટાડો કરીને છૂટછાટ આપવામાં આવી રહી છે. કોરોનાની ગંભીરતાને સમજ્યા વગર તંત્રની આ પ્રકારની કામગીરીથી આગામી દિવસમાં કોરોનાના કેસમાં વધારો થશે, તે વાત નકારી શકાય તેવી નથી.
