કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ, તેને રોકવા માટે દુનિયા ભરના વૈજ્ઞાનિકોને સફળતા મળી નથી. આથી હવે દુનિયા કોવિડ 19ની વેક્સીની માટે ભારત તરફ મીટ માંડીને બેઠી છે. આશરે બે અઠવાડિયા પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા કોરોનાથી છૂટકારો મેળવવા માટે વેક્સીન બનાવી રહ્યા છે. ભારત અને અમેરિકા વેક્સીન બનાવવા માટે ત્રણ દશકાથી સાથે મળીને કામ કરે છે. આ અગાઉ પણ ભારત અને અમેરિકાએ ડેન્ગ્યૂ, ઇન્ફ્લૂએન્જા, આંત્ર રોગ અને ટીબીને રોકવા માટે સાથે મળીને કામ કર્યું છે.

ભારત દુનિયામાં સૌથી વધારે જેનરિક દવા અને રસી બનાવતો દેશ છે. અહીં પોલીયો, નેનિન્ઝાઇટિસ, ન્યૂમોનિયા, રોટાવાયરસ, બીસીજી, ખસરા, મમ્પ્સ અને રુબેલાની રસી બને છે. હવે ઘણી ભારતીય કંપની કોવિડ-19 માટે રસી વિકસિત કરી રહી છે. કોરોનાની રસી શોધવામાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ સામેલ છે જે ભારતની સૌથી વધારે રસી બનાવતી કંપની છે. 53 વર્ષ જૂની આ કંપની દર વર્ષે 1.5 અબજ રસીના ડોઝ બનાવે છે. આ કંપનીમાં આશરે સાત હજાર લોકો કામ કરે છે. આ કંપની દ્વારા 165 દેશમાં 20 વેક્સીન પૂરી પાડવામાં આવે છે. હાલમાં, આ કંપનીએ લાઇવ એટેન્યૂએટેડ વેક્સીન બનાવવા માટે અમેરિકાની બાયોટેક કંપની કોડાજેનિક્સ સાથે કરાર કર્યો છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારે દુકાનો ખુલ્યાના 6 કલાકમાં જ પાછો લીધો નિર્ણય, કારણને લઇ ઉભા થયા અનેક સવાલો

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓએ કહ્યું કે, “અમે એપ્રિલ મહિનામાં આ રસીનું ઉંદર પર ટ્રાયલ કરવાની વિચારી રહ્યા છીએ. અને સપ્ટેમ્બર સુધી મનુષ્ય પર ટ્રાયલ કરશુ.” સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત રસીના ઉત્પાદન માટે પણ કરાર કર્યા છે. ઑક્સફોર્ડમાં જેનર ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા પ્રોફેસર એડ્રિયન હિલે કહ્યું કે, ‘દુનિયાને આ વર્ષના અંત સુધી રસીના લાખો ડોઝની જરૂર છે. જેમાં, ભારત 400થી 500 મિલિયન ડોઝ બનાવવાની વધારાની શક્તિ ધરાવે છે.’

હૈદરાબાદમાં આવેલી ભારત બાયોટેકે વેક્સીનના લગભગ 30 કરોડ ડોઝ બનાવવા માટે વિસ્કૉન્સિન યુનિવર્સિટી મેડિસિન અને અમેરિકા સ્થિત ફર્મ ફ્લુઝલ સાથે કરાર કર્યો છે. ઝાયડસ કેડિલા બે રસી પર કામ કરી રહી છે. ઉપરાંત બોયાલોજિકલ ઈ, ઇન્ડિયાન ઇમ્યુનોલોજિકલ્સ અને મિનવેક્સ પણ વેક્સીન બનાવવા કાર્યરત થયા છે. એટલું જ નહિ તે સિવાયની પણ ચારથી પાંચ કંપની વેક્સીનનીશોધ કરવા દિવસ રાત મહેનત કરી રહી છે.
