દરેક રાજ્યો કોરોના સામે લડવા માટે પોતાની રણનીતિ બનાવીને તેને અમલમાં લાવી રહ્યા છે, ત્યારે, દિલ્હીમાં કોરોનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 ટી યોજના તૈયાર કરી છે. CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણે કોરોનાને હરાવવા આ યોજના પર કામ કરવું પડશે.

1.પરીક્ષણ
CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે મોટા પ્રમાણમાં પરીક્ષણ કરીશું. એક લાખ લોકોના માટે રેપિડ ટેસ્ટ માટેની કિટ્સનો ઓર્ડર કર્યો છે. શુક્રવારથી રેપિડ ટેસ્ટ કીટનું આવવા લાગશે. કોરોનાના વધુ સંક્રમણવાળા વિસ્તારમાં આ પરીક્ષણ કરવામાં આવશે
આ પણ વાંચો : દેશના આ પ્રથમ શહેરે લગાવ્યું મહાકર્ફ્યુ, આ પ્રકારની આગવી કામગીરીથી બન્યું દેશ માટે રોલ મોડલ…
2. ટ્રેસીંગ
અમે કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. અને તે દરેક લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઇન માટે મોકલવામાં આવી રહ્યા છે. અમે ટ્રેસ કરવામાં પોલીસની મદદ લઈ રહ્યા છીએ. પોલીસની મદદથી હોમ ક્વોરેન્ટાઇન હોય તેવા લોકોને GPS દ્વારા ટ્રેસ કરવામાં આવશે. અને મરકજથી નીકળેલા 2000 લોકોના ફોન નંબર પણ પોલીસને આપવામાં આવ્યા છે જેના દ્વારા નજીકના વિસ્તારોને સીલ કરવામાં આવશે.

3. સારવાર
દિલ્હીમાં અત્યાર સુધીમાં 525 કોરોના કેસ નોંધાયા છે. અમે દિલ્હીમાં અત્યાર સુધીમાં લગભગ 3 હજાર બેડની ક્ષમતા તૈયાર કરી લીધી છે. એલએનજેપી, જીબી પંત, રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. આ સાથે ખાનગી હોસ્પિટલોમાં 400 જેટલા બેડને રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમ જેમ કોરોનાના કેસ વધતા જાય છે, તેમ આપણે વધુ હોસ્પિટલોને કોરોના હોસ્પિટલમાં રૂપાંતરિત કરીશું.
4. ટીમ વર્ક
આ કોરોના વાયરસ એકલાથી મટાડી શકાય તેમ નથી. આજે તમામ સરકારો એક ટીમ તરીકે કામ કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ પણ સાથે મળીને કામ કરવું પડશે. આ ટીમના સૌથી મહત્વપૂર્ણ ભાગ ડોક્ટર અને નર્સો છે. અને દરેક વ્યક્તિએ પણ લોકડાઉનનું કડકાઈથી પાલન કરવું પડશે.

5. ટ્રેકિંગ અને મોનીટરીંગ
આ સંકટમાં દરેક બાબતને ટ્રેક કરવી સૌથી મહત્વપૂર્ણ છે. બધી યોજનાઓને ટ્રેક કરવાની જવાબદારી મારી છે. જો આપણે કોરોનાથી ત્રણ કદમ આગળ રહીશું, તો જ અમે તેને હરાવી શકશું.
