કોરોના વાયરસનો સમગ્ર દુનિયામાં હાહાકાર છે. ત્યારે વાયરસને અટકાવવા લોકો વિચિત્ર પ્રકારના ઉપાયો અપનાવી રહ્યા છે. ‘ધ ન્યૂઝ મિનિટ’ ની એક ખબર મુજબ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમા લોકોને ઘરઘથ્થું અપનાવવું ભારે પડ્યું છે. બે પરિવારોના 11 લોકો Tiktok પર વાયરલ વિડિયોના કારણે હૉસ્પિટલમાં ભેગા થઈ ગયા છે.

રિપોર્ટ મુજબ વિડિયોમાં આપવામાં આવેલ ઘરેલુ ઉપચાર અપનાવતા 11 લોકોની તબિયત ખરાબ થઈ ગઈ હતી જેથી તેઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ઈન્ડિયા કોવિડ-19 રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજને કેન્દ્ર સરકારની મંજૂરી
આ ફળ ખાવથી થયા બીમાર
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ tiktiokના વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘ઉમ્મેઠા કાચા’ ખાવાથી ઇમ્યુનિટી લેવલ વધારી શકાય છે. જે ધત્તૂરના છોડ પર ઉગતું ઝેરી ફળ છે. સાથે જ એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે એ ખાવાથી કોરોના તાત્કાલિક સારો થઈ જાય છે. પોલીસ વિડીયો બનાવનારની તપાસ કરી રહી છે.

કોઈના માટે પણ જીવલેણ સાબિત થઈ શકે
ડોક્ટરના જણાવ્યા મુજબ ‘ઉમ્મેઠા કાચા’માં એંટ્રોપાઇન ઝેર હોય છે. જે જીવલેણ સાબિત થઈ શકે છે. જોકે સમયસર દર્દીઓને હૉસ્પિટલમાં પહોચાડી દેવામાં આવ્યા હતા એટલે તેઓ સારા થઈ ઘરે જય શકશે.
