કોરોના વાયરસ મહામારીના ચેપને ઘટાડવા દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ છે. જેથી દેશની અર્થવ્યવસ્થાને મોટું નુક્શાન થઇ રહ્યું છે. ઘરેલું રેટિંગ એજન્સી ક્રિસિલ અનુસાર, કોરોના વાયરસ પર નિયંત્રણ માટે લોકડાઉનથી અર્થવ્યવસ્થાને કુલ મળીને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. જેનો પ્રતિ વ્યક્તિ હિસાબ લગાવીએ તો આ નુક્શાન 7,000 રૂપિયા થાય છે.

લોકડાઉનમાં વચ્ચે પણ દેશની જીડીપી વિકાસ દર અનુમાનમાં રેટિંગ એજન્સીઓ દ્વારા સતત ઘટાડો દર્શાવી રહી છે. ક્રિસિલે ભારતની 2020-21ની આર્થિક વૃદ્ધિ લગભગ અડધી કરીને 1.8 ટકા કરી દીધી છે. અગાઉ એજન્સીએ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સફળ ધરેલુ ઉત્પાદન (GDP)માં 6 ટકા વુદ્ધિનું અનુમાન લગાવ્યું હતું. જે માર્ચના અંતમાં ઓછું થઇને 3.5 ટકા અને હવે 1.8 કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારતે કોરોનાને માત આપવા, આ 15 શહેરમાં ઘટાડવા પડશે કેસ

એક અન્ય રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે પણ ભારતની 2020-21ની આર્થિક વુદ્ધિનું અનુમાનને ઘટાડીને 1.9 ટકા કર્યું છે. જે ગત 29 વર્ષની સૌથી ઓછી વુદ્ધિ છે. જયારે, બીજી તરફ રિર્ઝવ બેંકે પણ કેટલાક પગલાં ઉઠાવ્યા છે. જેમાં વ્યાજદર ઓછા કરવાની સાથે લિક્વિડિટી વધારવાના પગલા પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.
