ભારતમાં કોરોના સંકટ વચ્ચે દેશમાં 25મી મેથી ઘરેલુ હવાઈ મુસાફરી શરૂ થવાની છે. ને અંતર્ગત દેશના બધા એરપોર્ટ્સ અને ઘરેલુ એરલાઇન કંપનીઓએ તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લીધી છે. હવે ટિકિટ બુકિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. પરંતુ, ઘણા લોકોને સવાલ થઇ રહ્યો છે કે, શું ઘરેલુ હવાઈ મુસાફરી કર્યા પછી 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થવું પડશે?
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે કે, હવાઈ મુસાફરી કર્યા બાદ 14 દિવસના ક્વોરન્ટાઈન પર જવાની જરૂર નથી. ક્વોરન્ટાઇન થવું તે વ્યાવહારિક રીતે સમજવાની જરૂર છે. અમે 14 દિવસનું ક્વોરન્ટાઈન નહીં આપી શકતા. પરંતુ, જો વ્યક્તિ ટેસ્ટમાં પોઝિટિવ આવશે તો તેમને હવાઈ યાત્રા કરવાની મંજૂરી નહીં મળે.
આ પણ વાંચો : શું બધાને નહિ મળે આત્મનિર્ભર લોન ?, નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન
આ નિયમનું કરવું પડશે પાલન
મીડિયાના રિપોર્ટ અનુસાર, ક્વોરન્ટાઈન ઝોનમાં રહેતા કોઈ પણ વ્યક્તિને હવાઈ મુસાફરીની અનુમતિ નથી. ફ્લાઇટના સમયના 2 કલાક પહેલા એરપોર્ટ પર યાત્રીઓએ પહોંચવાનું રહેશે. તે ઉપરાંત, મુસાફરોના ફોનમાં આરોગ્ય સેતુ એપ હોવી આવશ્યક છે. તેમનું ટેમ્પરેચર ચકાશવામાં આવશે જો તેઓ પાસ થશે તો જ મુસાફરી કરી શકશે અને દરેક મુસાફરે માસ્ક પહેરવું અનિવાર્ય છે.
