અત્યાર સુધીમાં, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 400 થી વધુ થઈ ગઈ છે. આ જીવલેણ વાયરસના કારણે દેશમાં 8 લોકોનાં મોત થયા છે. CDC થી લઈને WHO, કોરોના વાયરસથી બચવા માટેના સમાન રસ્તાઓ જણાવી રહ્યા છે. આ 10 વાતોનું ધ્યાન રાખી તમે તમારી જાતને કોરોના વાયરસથી બચાવી શકો છો.

હાથ સાફ રાખવા માટે સેનિટાઇઝર અથવા સાબુનો ઉપયોગ કરો અને 20 સેકંડ સુધી સાબુથી હાથને સારી રીતે ધોઈ લો.
આ પણ વાંચો : શું રાજ્યમાં કોરોના વાયરસ સ્થાનીય સ્તર પર પહોંચી ગયુ ? શું કહે છે ગુજરાતની પરિસ્થિતિ
ખાંસી ખાતી વખતે ટીશ્યુને મોં પર રાખો અને ઉપયોગ કર્યા પછી તેને ડસ્ટબિનમાં નાખો. જ્યારે અન્ય વ્યક્તિને છીંક કે ઉધરસ આવે ત્યારે પણ પોતાને બચાવવા માટે ટીશ્યુનો ઉપયોગ કરો.

કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં. જો હાથ મિલાવશો છો, તો તરત જ તમારા હાથ ધોવા જોઈએ.
કોઈપણ જાહેર સ્થાનની વસ્તુઓને સ્પર્શવાનું ટાળો. જો શક્ય હોય તો, થોડા દિવસો માટે જાહેર સ્થળોની મુલાકાત લેવાનું ટાળો.

ફળો અને શાકભાજી ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. સીધા બજારમાંથી ખાવાની ભૂલ ન કરો.
રસોઈ બનાવતી વખતે પણ કાળજી રાખો. શાકભાજીને પહેલા ઉકાળીને ઉપયોગ કરો. અને રાંધવા માટે ગરમ પાણીનો જ ઉપયોગ કરો.

માંસ અથવા ઇંડાને કાચા ન ખાવ. અને જો તમે આ પ્રકારની વસ્તુઓ ખાઈ રહ્યા છો, તો તેને યોગ્ય રીતે ઉકાળ્યા પછી જ ખાવામાં ઉપયોગ કરો.
તમારા ઘરની આસપાસ ગંદકી ન થવા દો. ઘરની બહાર અને અંદર સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું.

તમારા મોં અને આંખો પર વારંવાર હાથ ન મુકો. જો હાથ લગાવો તો સેનિટાઈઝર અથવા સાબુથી તરત જ હાથ અને ચહેરો સારી રીતે ધોઈ લો.
કોઈ પણ રોગવાળા વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો. અન્ય વ્યક્તિઓથી લગભગ 6 ફૂટનું અંતર રાખો.

ઘરની બહાર નીકળતા પહેલાં મોં સારી રીતે ઢાંકી દો. તે માટે N95 માસ્ક અથવા સર્જરી માસ્ક પહેરવાનું ભૂલશો નહીં.
સારા ડાયટનું વિશેષ ધ્યાન રાખો. તમારા આહારમાં રોગપ્રતિકારક શક્તિને વધારતા ખોરાકનો સમાવેશ કરો. તમારો આહાર જેટલો સારો હશે એટલું વાયરસનું જોખમ ઓછું થશે.
