કોરોના વાયરસને કારણે સરકારે 21 દિવસના લોકડાઉનને લંબાવીને 3 મે સુધી વધારી દીધુ છે. ગૃહમંત્રાલયે આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે લોકો પોતાના તાત્કાલિક કામ અથવા કટોકટીની પરિસ્થિતિમાં ઘરની બહાર જશે તેઓએ આ નિયમોનું કડક પાલન કરવું આવશ્યક છે.
આ પણ વાંચો : પરપ્રાંતીય લોકો પોતાના વતન ન જાય તે માટે પોલીસે કરી આ પ્રમાણેની કામગીરી…

- કોઈપણ જાહેર સ્થળે અથવા કાર્યસ્થળ પર માસ્ક પહેર્યા વગર જશો નહીં.
- જાહેર સ્થાન પર અથવા કાર્યસ્થળ પર સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખો.
- લગ્ન, સમારોહ, અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમો પર જિલ્લા મેજિસ્ટ્રેટનો નિર્ણય અંતિમ માનવામાં આવશે.
- કોઈ પણ જગ્યાએ 5 અથવા તેનાથી વધુ લોકો ભેગા થવા પર તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- જાહેર સ્થળો પર થૂંકનારાઓને ભારે દંડ ભરવો પડશે.
- દારૂ, ગુટકા અને તમાકુ જેવા નશીલા પદાર્થોના વેચાણ માટે દંડ થશે. અને ખાઈને કોઈપણ જગ્યાએ થુંકનારની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
- કામ પર સાવચેતી રાખવી અને શરીરનું તાપમાન નિયમિતપણે તપાસો. પોતાની સુરક્ષા માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
- કાર્યસ્થળ પર લંચ વિરામ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો.
- 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કે જેઓ પહેલાથી જ કોઈ અન્ય રોગથી પીડિત છે અને જેમના ઘરે 5 વર્ષથી ઓછી ઉમરના બાળકો છે તેમને ઘરેથી જ કામ કરવું પડી શકે છે.
- સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કાર્યરત દરેક કર્મચારીને તેમના ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
- બધી સંસ્થાઓએ કાર્યસ્થળને સેનિટાઇઝ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી પડશે.
- ગ્રુપ સાથે મીટિંગ પર પ્રતિબંધ લગાવામાં આવશે.
- પરિસરમાં સ્વચ્છતાની વિશેષ કાળજી લો અને નિયમિતપણે તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં.
- કેન્ટીનમાં લંચ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના નિયમોને તોડશો નહીં.
- કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સ્વચ્છતાની વિશેષ કાળજી રાખે તેની તાલીમ આપવી.
