કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે લોકડાઉન 4.0 માં પ્રતિબંધોમાં ધીમે-ધીમે છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ, આ છૂટછાટમાં આ વાતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

જયારે પણ બહાર જઈને આવો ત્યારે તમારા હાથોને સારી રીતે સ્વચ્છ કરો. સામાનની ખરીદી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, હાઇજિન અને માસ્ક વગેરેનું ચોક્કસ ધ્યાન રાખો. કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિની છીંક, ઉધરસ કે થૂંકના નાના ટીપાં દ્વારા જ ફેલાય છે. માટે, કપડાને મોજાની મદદથી પકડીને ધોવા નાખો.
આ પણ વાંચો : સુરતના કયા કયા વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર થયા છે, તે જાણી લો…
જૂતાઓમાં બેક્ટેરિયા અને વાયરસ હોઈ શકે છે. માટે, નિશ્ચિત સમયગાળામાં ધોવાનું રાખો જેથી સાફ રહે. સંક્રમણનો સૌથી વધુ ખતરો કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવતાં થાય છે. આ સંક્રમિત વ્યક્તિની અંદરથી નીકળતા નાના ટપકાઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે. માટે, અન્ય લોકો સાથે વાત કરતી વખતે ખાસ માસ્ક પહેરો અને દરેક લોકો સાથે એક મીટર સુધીનું અંતર રાખો.
