કોરોના વાયરસના કારણે શાળાઓએ વાર્ષિક પરીક્ષાઓને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે અને વિધાર્થીની સલામતી માટે તમામ શાળાઓ બંધ રહી છે. ત્યારે, 1993 થી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સમાજસેવાના ક્ષેત્રમાં સતત કાર્યરત એવા શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટે વિધાર્થીઓના અભ્યાશ માટે અનેરી પહેલ કરી છે.

જેમાં શાળા સાથે સંકળાયેલા તમામ શિક્ષકો ઘરેથી શૈક્ષણિક કાર્યના વિડીયો તૈયાર કરે છે. જેને, ફેસબુક અને ટ્રસ્ટની વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવશે. આ વિડીયો દ્વારા વિધાર્થીઓ ઘરે બેસીને પોતાનું શૈક્ષણિક કાર્ય કરી શકે છે. તે ઉપરાંત વર્કશીટ તૈયાર કરીને શાળાની વેબસાઈટ WWW.gajeratrust.org પર તથા શાળાની GEMS એપ્લીકેશન દ્વારા બાળકને પહોચાડવામાં આવે છે.
આ પણ વાંચો : ગુજરાત માટે 5 એપ્રિલ સુધીનો સમય નિર્ણાયક, પાલન ન કરવાથી થઇ શકે આ નુકશાન…

આ પગલું ભરવાનો ઉદ્દેશએ છે કે, રજાનાં દિવસોમાં વિધાર્થીઓનો અભ્યાસ ન બગડે અને તેઓ પોતાની પધ્ધતિથી સ્વઅધ્યયન કરી શકે. લર્ન-અનલર્ન અને રીલર્ન ના કોન્સેપ્ટ ને ફળીભૂત કરતી આ પધ્ધતિ બાળકોમાં ખુબ જ સફળ અને ઉપયોગી સાબિત થઇ રહી છે. આ માટે શાળાના ટ્રસ્ટીશ્રી ચુનીભાઈ ગજેરા એ આટલું સુંદર કાર્ય કરવા બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. અને અન્ય શાળાઓને પણ સાંપ્રત સમયમાં આ પ્રકારનું કાર્ય કરી શકે છે.

